GT vs SRH/ રોમાંચક મેચમાં ગુજરાતે હૈદરાબાદને પાંચ વિકેટે હરાવ્યું, રાશિદે છેલ્લા બોલે સિક્સર ફટકારીને મેચ જીતાડી

IPL 2022 ની 40મી મેચ ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ હતી. આ મેચમાં ગુજરાતે વધુ એક રોમાંચક જીત નોંધાવી છે. 196 રનના સ્કોરને માત આપતા ગુજરાતે રાહુલ અને રાશિદની તોફાની ઇનિંગ્સના બળે આ મેચ જીતી લીધી હતી

Top Stories Sports
10 1 2 રોમાંચક મેચમાં ગુજરાતે હૈદરાબાદને પાંચ વિકેટે હરાવ્યું, રાશિદે છેલ્લા બોલે સિક્સર ફટકારીને મેચ જીતાડી

IPL 2022 ની 40મી મેચ ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ હતી. આ મેચમાં ગુજરાતે વધુ એક રોમાંચક જીત નોંધાવી છે. 196 રનના સ્કોરને માત આપતા ગુજરાતે રાહુલ અને રાશિદની તોફાની ઇનિંગ્સના બળે આ મેચ જીતી લીધી હતી. ગુજરાતનો આ સાતમો વિજય છે. આ પહેલા પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 6 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા.

નોંધનીય છે કે, IPL 2022ની 40મી મેચમાં, હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા.

ગુજરાત તરફથી શુભમન ગિલ 22 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પંડ્યા 10 રન બનાવીને આઉટ થયો હતો. સાહા 68 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ઉમરાન મલિકે 5 વિકેટ લીધી છે.

સનરાઇઝર્સ માટે પ્રથમ બેટિંગ કરવા મોકલવામાં આવેલા અભિષેકે 42 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા. જયારે માર્કરામે 40 બોલમાં 56 રનની ઇનિંગ રમી જેમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. ગુજરાત તરફથી મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ ઝડપી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત સારી રહી ન હતી. ટીમનો કેપ્ટન 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો, જ્યારે રાહુલ ત્રિપાઠી 10 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. અભિષેક 65 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પૂરન 3 રન બનાવી શક્યો હતો. માર્કરમ 56 રન બનાવીને કેચ આઉટ થયો હતો. સુંદર 3 રને આઉટ થયો હતો.

હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ ગુજરાતની ટીમ સાતમાંથી છ મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, જ્યારે હૈદરાબાદની ટીમ તેની 7માંથી 5 મેચ જીતીને ટેબલમાં ત્રીજા સ્થાને છે.