Not Set/ દક્ષિણ Gujarat અને સૌરાષ્ટ્રમાં અડધો ઈંચ વરસાદ

અમદાવાદ: ગુજરાતવાસીઓ છેલ્લા કેટલાક સમયથી વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. ત્યારે પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના દક્ષિણ Gujarat અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જયારે ગઈકાલે હાઈ ટાઇડના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં 10 મીટર સુધી ઊંચા મોજા ઉછળ્યા હતા. ઘોઘામાં તો દરિયાના પાણી ગામમાં ઘૂસી […]

Top Stories Gujarat Rajkot Surat Others Trending
Half of Inch rain in South Gujarat and Saurashtra

અમદાવાદ: ગુજરાતવાસીઓ છેલ્લા કેટલાક સમયથી વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. ત્યારે પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના દક્ષિણ Gujarat અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જયારે ગઈકાલે હાઈ ટાઇડના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં 10 મીટર સુધી ઊંચા મોજા ઉછળ્યા હતા. ઘોઘામાં તો દરિયાના પાણી ગામમાં ઘૂસી ગયા હતા.

હાઈ ટાઇડના કારણે 10 મીટર સુધી ઊંચા મોજા ઉછળ્યા

ગુજરાતભરમાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે, જૂન મહિનાનું બીજું સપ્તાહ પૂરું થવા આવ્યું હોવા છતાં Gujarat માં મેઘરાજાએ સત્તાવાર રીતે આગમન કર્યું નથી. પરંતુ પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે શનિવારે સાંજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તેમજ રાત્રે બગોદરા-લીંબડી વચ્ચે અને ધોળકા, બાવળા વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડયા હતા.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંજોગોમાં જૂનાગઢ જિલ્લામાં રવિવારે વહેલી સવારથી આકાશમાં વાદળો ધસી આવ્યા હતા જયારે કેશોદમાં અડધો ઈંચ વરસાદ વરસી જતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. જો કે લોકો મેઘરાજા મન મૂકીને વરસે તેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.

આ ઉપરાંત ઉના તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા પાલડી, કોબા, ચીખલી, ભાડાસી વગેરે ગ્રામ્ય પથકમાં આકાશમાં ધસી આવેલા વાદળો ઝરમર ઝરમર વરસી ગયા હતા. જેના લીધે ઠંડો પવન ફૂંકાતા લોકોએ કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવી હતી. જયારે ગીરગઢડા પંથકમાં ભાખા,થોરડી, ખીલાવડ વગેરે પંથકમાં ઝરમર વરસાદ વરસ્યાના અહેવાલો છે.

જયારે રાજકોટ શહેરમાં છૂટાછવાયા સ્થળે ઝરમર છાંટા વરસ્યા હતા અને મેઘરાજા આવશે તેવી આશા પ્રબળ બની હતી. તો ગોંડલમાં પણ તડકા છાંયડા વચ્ચે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસી ગયું હતું.

વિધિવત ચોમાસાના પ્રારંભમાં થશે હજુ વિલંબ

હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ લાવતી સિસ્ટમ નબળી પડી હોવાથી હજુ પાંચ-સાત દિવસ સુધી નૈઋત્યનું ચોમાસુ સૌરાષ્ટ્રમાં આવે તેવી શક્યતા જણાતી નથી.

આ દરમિયાનમાં ભારે ટાઇડના કારણે દ્વારકાના અરબી સમુદ્રમાં ૧૦ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. જેના કારણે પોરબંદર તથા દ્વારકાના દરિયામાં જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોમાં ભરતીના ભારે કરંટને લીધે ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. દ્વારકામાં સમુદ્રની વચ્ચે વચ્ચે આવેલ ભડકેશ્વર મંદિરે પણ મંદિરની ટોચ સુધી પણ આખરની ભરતીનાં પાણીનાં મોજા ઉછળી રહ્યાં છે.

આ ઉપરાંત ભાવનગર જિલ્લાના ઘોઘા, અલંગ, સરતાનપર, ગોપનાથ, ઝાંઝમેર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હાઈ ટાઇડના કારણે ઊંચા મોજા ઉછળ્યા હતા. જયારે ઘોઘામાં હાઈ ટાઇડના કારણે દરિયાના પાણી ગામમાં ઘૂસી ગયા હતા.