પોરબંદર/ પતિ, પત્ની ઓર વો’, પૂર્વ કારોબારી અધ્યક્ષની ઘરવાળી અને બહારવાળીએ સામસામે નોધાવી ઉમેદવારી

ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ કે પછી ઘરવાળી વિરુદ્ધ બહારવાળી, બંને પત્નીઓએ નોધાવી સામસામે ફરિયાદ

Gujarat Others Trending
a 244 પતિ, પત્ની ઓર વો', પૂર્વ કારોબારી અધ્યક્ષની ઘરવાળી અને બહારવાળીએ સામસામે નોધાવી ઉમેદવારી

‘પતિ, પત્ની અને વો મામલે પોરબંદરમાં રાજકરણ ગરમાયું

પોરબંદર ન.પા.ના એક વોર્ડમાં અનોખો ચૂંટણી જંગ સામે આવ્યો છે. એક જ વ્યક્તિની બે પત્નીઓએ સામસામે ઉમેદવારી નોધાવી છે. પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ કેશુ સીડાને બે પત્નીઓ છે. બંને પત્નીઓ રાજકારણમાં એક્ટિવ છે. પોરબંદર નગરપાલિકાના એક જ વોર્ડમાં બે પત્નીઓ અલગ-અલગ પાર્ટીમાંથી ચૂંટણીમાં ઝંપલાવતા પતિએ માથાકૂટ કરવાનો ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે.  એક પત્નીએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે, તો બીજી પત્નીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણીમાંથી ખસી જવા કોંગ્રેસ ઉમેદવારના ઘરની બહાર તોડફોડ કરાઇ છે. .આ મામલે કેશુ સીડા સામે ફરિયાદ નોંધાઇ છે.

 પ્રતિશ શીલુ, પોરબંદર: હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat local body polls) માટે પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. સૌથી પહેલા મહાનરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાશે, બાદમાં નગરપાલિકા અને અન્ય ચૂંટણીઓ યોજાશે. ચૂંટણીને લઈને તમામ પક્ષો (Political party)એ ઉમેદવારો નક્કી કરી લીધા છે અને આ ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ પણ ભરી દીધા છે. આ દરમિયાન પોરબંદર (Porbandar)માંથી એક અજીક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિની બે પત્ની (ઘરવાળી અને બહારવાળી)એ અલગ અલગ પક્ષમાંથી સામસામે ઉમેદવારી નોંધાવતા ધમાચકડી મચી ગઈ છે. આ કેસમાં મહિલાના પતિએ બહારવાળીને ફોર્મ પરત ખેંચી લેવા અને પ્રચાર ન કરવાની ધમકી આપી છે.

પતિ, પત્ની અને વો મામલે પોરબંદરમાં રાજકરણ ગરમાયું છે. જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ કેશુ સીડાને બે પત્નીઓ છે. જો કે એક ઘરવાળી  અને બીજી બહારવાળી હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘરવાળીએ ભાજપમાંથી ઉમેદવારી નોધાવી છે, તો બહારવાળીએ કોંગ્રેસમાં થી ઉમેદવારી નોધાવી છે. બહારવાળી કોંગ્રેસ ઉમેદવારના ઘરે તોડફોડ કરવામાં આવી છે. ઘરની બહાર તોડફોડ કરીને,  ફોન કરીને ઘમકી આપી છે. ચૂંટણીમાંથી ખસી જવા, પ્રચારમાં ના જવા ધમકી આપવામાં આવી છે. બહારવાળીએ કહેવાતા પતિ કેશુ સીડા સામે ફરિયાદ નોધાવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…