સુરેન્દ્રનગર/ પાણશીણા પાસે જાનૈયાની લક્ઝરી બસ અને બાઈક વચ્ચે અકસ્માત માં બગોદરા જઈ રહેલા લીંબડીના 2 યુવાનોના મોત

લીંબડી ભીમનાથ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ કિર્તીભાઈ પટેલ અને ભલગામડા ગેટ પાસે કણબીવાડમાં રહેતો

Gujarat
Untitled 46 પાણશીણા પાસે જાનૈયાની લક્ઝરી બસ અને બાઈક વચ્ચે અકસ્માત માં બગોદરા જઈ રહેલા લીંબડીના 2 યુવાનોના મોત

પાણશીણાના પાટીયા પાસે અમદાવાદથી જાન લઈને રાજકોટ જઈ રહેલી ખાનગી બસના ચાલકે બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર લીંબડીના 2 યુવાનોના ઘટનાસ્થળે કમકમાટી ભર્યાં મોત નીપજ્યાં હતા. અકસ્માત સર્જીને લક્ઝરી બસનો ચાલક ફરાર થઈ ગયો હતો. જયારે જાનૈયાઓને અન્ય વાહનમાં રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.

લીંબડી ભીમનાથ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ કિર્તીભાઈ પટેલ અને ભલગામડા ગેટ પાસે કણબીવાડમાં રહેતો તેમનો મિત્ર ઈમરાન યુનિસભાઈ ઝારા બાઈક લઈને અંગત કામ માટે બગોદરા જઈ રહ્યા હતા. પાણશીણા ગામના બોર્ડ સામે અમદાવાદથી રાજકોટ જાનૈયાઓને લઈને જઈ રહેલી ખાનગી લકઝરી બસ સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર બન્ને યુવાનો રસ્તા ઉપર ફંગોળાઈ ગયા હતા. સુરેશ પટેલ અને ઈમરાન ઝારાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માત સર્જીને લક્ઝરી બસનો ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. પાણશીણા PSI આર.જે.જાડેજા, કુલદીપસિંહ, મહાવીરસિંહ ઝાલા સહિતે અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી દૂર કરાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. જાનૈયાઓને અન્ય વાહનમાં રાજકોટ લઈ જવાયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા બન્ને યુવકોને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડયા હતા. બન્ને યુવાનોના મોતના સમાચાર સાંભળી પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું. પાણશીણા પોલીસે અકસ્માત સર્જનાર લકઝરી બસના ચાલકની શોધખોળ અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી