મદાવાદનાં નારોલ શાહવાડી વિસ્તારમાંથી 2 વર્ષની બાળકીનાં ચોકલેટ અપાવવાનાં બહાને લઇ જઇને બાળકીનાં અપહરણની ધટના બની હતી. જે મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ પોલીસે ત્વરીત કાર્યવાહી કરીને બાળકીનું અપહરણ કરનાર શખ્સની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર બાળકીનાં પિતા દુર્ગેશભાઇએ આરોપી પાસેથી રૂપિયા 4 હજાર અન્ય કોઇ વ્યક્તિને ઉછીનાં અપાવ્યા હતા. જે પૈસા લેનાર શખ્સે આરોપીને 4 હજાર પરત કર્યા ના હતા. જેને લઈને આરોપીએ દુર્ગેશભાઇ નામનાં ફરિયાદીની 2 વર્ષની બાળકીને ચોકલેટ અપાવવાની લાલચ આપીને અપહરણ કર્યુ હતુ. આરોપીએ ફરિયાદીને પૈસા લઇને રખિયાલ બોલાવતા પોલીસે ટ્રેપ ગોઠવીને રખિયાલથી સમીર રાય નામનાં ઇસમની ધરપકડ કરીને બાળકી તેનાં પરિવારને સોંપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
