Mahesana News/ મહેસાણામાં દલિત વિદ્યાર્થી પર અત્યાચાર, જાતિસૂચક અપશબ્દો બોલી પટ્ટા-ધોકા વડે માર્યો

મહેસાણા (Mehsanaમાં BBA/BCA કોલેજની હોસ્ટેલ પાસે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને જાતિસૂચક અપશબ્દો બોલી ૪ શખસોએ માર માર્યો. પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો.

Top Stories Gujarat Others
Mehsana Dalit Student Attack

Mehsana Dalit Student Attack News: ઉત્તર ગુજરાતના શૈક્ષણિક હબ ગણાતા મહેસાણામાં એક માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. શહેરની BBA/BCA કોલેજની હોસ્ટેલમાં રહેતા અનુસૂચિત જાતિના એક વિદ્યાર્થી પર જૂની અદાવત રાખી ચાર શખસોએ હિચકારો હુમલો કર્યો છે. પીડિત વિદ્યાર્થીને જાતિસૂચક અપશબ્દો બોલી લાકડાના ધોકા અને બેલ્ટ વડે માર મારવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Mehsana : શું હતી સમગ્ર ઘટના?

મૂળ પોરબંદરનો વતની અને મહેસાણામાં અભ્યાસ કરતા પીડિત વિદ્યાર્થી અને તેની સાથે હોસ્ટેલમાં રહેતા મિતેષ પુરોહિત વચ્ચે ગત ૩ ફેબ્રુઆરીના રોજ સામાન્ય મજાક-મસ્તીમાં બોલાચાલી થઈ હતી. મિતેષે ગાળો આપતા વિદ્યાર્થીએ તેનો વિરોધ કર્યો હતો, જેનાથી ઉશ્કેરાઈને મિતેષે તેને જોઈ લેવાની ધમકી આપી હતી.

Mehsana Dalit Student Attack

બળજબરીથી પગે લગાડી માર માર્યો

4 ફેબ્રુઆરીની સવારે જ્યારે વિદ્યાર્થી કોલેજ જવા નીકળ્યો ત્યારે હોસ્ટેલ પાસે આવેલા હનુમાન મંદિર નજીક મિતેષ પુરોહિત અને તેના ત્રણ મિત્રોએ તેને આંતર્યો હતો. આરોપીઓએ દાદાગીરી કરી વિદ્યાર્થીને બળજબરીથી પગે પડી માફી માંગવા દબાણ કર્યું હતું. જ્યારે વિદ્યાર્થીએ અન્યાય સામે નમવાની ના પાડી, ત્યારે આરોપીઓએ તેને જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહી ધોકા અને કમરના પટ્ટા (બેલ્ટ) વડે બેરહેમ માર મારવાનું શરૂ કર્યું હતું.

સારવાર અને પોલીસ કાર્યવાહી

હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આખરે પીડિત વિદ્યાર્થીએ હિંમત એકઠી કરી પોતાની માતા સાથે મહેસાણા એ-ડિવિઝન પોલીસ મથકે પહોંચી આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે એટ્રોસિટી (Atrocity) એક્ટ સહિત મારામારી અને ધમકીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Mehsana Dalit Student Attack

કોલેજ તંત્ર દ્વારા કડક પગલાં

આ ઘટનાની ગંભીરતા જોતા કોલેજ પ્રશાસન પણ એક્શનમાં આવ્યું છે. વાઇસ પ્રિન્સિપાલ વી.કે. પટેલે જણાવ્યું હતું કે, કોલેજ કમિટી દ્વારા મુખ્ય આરોપી વિદ્યાર્થીને તાત્કાલિક અસરથી હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને આગામી સમયમાં તેના પર વધુ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો :  અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં મોનીટર વિદ્યાર્થી પર હુમલો, જૂની અદાવત સામે આવી…..

આ પણ વાંચો : 5.58 કરોડ પાણીમાં? સુરતમાં શ્વાનોના ઝુંડે સાડા ત્રણ વર્ષના બાળક પર કર્યો જીવલેણ હુમલો

આ પણ વાંચો : અમદાવાદમાં કલિયુગી પુત્રે માતાની હત્યા કરી, મિલકતના વિવાદમાં લાકડાની લાકડીથી હુમલો