દ.કોરિયાએ જાહેર કર્યું કે જેમને વેક્સિનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે અને જેઓ પાસેનો નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ હશે તેમને વિદેશયાત્રા પછી બે અઠવાડિયાનું ફરજિયાત ક્વોરન્ટાઇન લાગુ નહીં પડે.દક્ષિણ કોરિયાએ કોરોના વેક્સિનનો રિયલ વર્લ્ડ ડેટા જાહેર કરતાં જણાવ્યું હતું કે એસ્ટ્રાઝેનેકા અને ફાઈઝરની કોવિડ-19 વેક્સિનનો એક ડોઝ લીધા પછી 60 વર્ષથી મોટી ઉંમરના લોકોનો 86.6 ટકા બચાવ થઈ જાય છે.કોરિયા ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન એજન્સીએ દક્ષિણ કોરિયાના 60 વર્ષથી મોટા રસી લેનાર 35 લાખ નાગરિકોનો બે મહિના અભ્યાસ કર્યા પછી તારવેલી વિગતો મુજબ બાયોએનટેક અને ફાઈઝરે સાથે મળીને વિકસાવેલી વેક્સિનનો પહેલો ડોઝ આપ્યાના બે અઠવાડિયા પછી 89.7 ટકા અસરકારક બની જાય છે. જ્યારે એસ્ટ્રાઝેનેકાની રસી 86 ટકા અસરકારક બને છે. અભ્યાસમાં સામેલ લોકોમાંથી 5,21,133 નાગરિકોએ પહેલો ડોઝ લીધો હતો.

આ ઉપરાંત આ અભ્યાસમાં વધુમાં જણાવાયું હતું કે અભ્યાસમાં સામેલ સિનિયર સિટિઝનમાં કોવિડ-19ના 1,237 કેસ નોંધાયા છે. તેમાંથી માત્ર 29 કેસ એવા છે જેમને વેક્સિન લીધા પછી કોરોનાનો ચેપ લાગ્યો હોય. અહેવાલમાં નાગરિકોને સૂચન કરવામાં આવ્યું હતું કે બંનેમાંથી કોઈપણ વેક્સિનનો પહેલો ડોઝ લીધા પછી કોરોના સામે મજબૂત રક્ષણ મળે છે. જો બંને ડોઝ લઈ લેવામાં આવે તો વધારે સારું રક્ષણ મળી શકે.દ. કોરિયાના આરોગ્યપ્રધાને જણાવ્યું હતું કે અમારા દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલામાંથી 95 ટકા 60 વર્ષ કે તેથી મોટી ઉંમરના હતા. વેક્સિન લેવાથી આ જોખમમાં જબરજસ્ત ઘટાડો આવશે. એની સંભવત આડઅસરોમાં લોહી ગંઠાઈ જવાની ફરિયાદ છે, પરંતુ એ ખૂબ જ ઓછા કેસમાં જોવા મળી છે.

દ. કોરિયાએ તેની 5.2 કરોડની વસતીમાંથી 6.7 ટકા નાગરિકોને વેક્સિન આપી દીધી
દ. કોરિયાએ તેની 5.2 કરોડની વસતીમાંથી 6.7 ટકા નાગરિકોને વેક્સિન આપી દીધી છે. ત્યાં અત્યાર સુધીમાં કોરોનાના 1,24,945 કેસ નોંધાઈ ચૂક્યા છે. તે આગામી સપ્ટેમ્બર સુધીમાં 70 ટકા નાગરિકોને વેક્સિન આપી દેવા માગે છે. જેથી હર્ડ ઈમ્યુનિટી ઊભી થાય અને કોરોનાનું જોખમ બિલકુલ ન રહે.દ. કોરિયાએ જાહેર કર્યું કે જેમને વેક્સિનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે અને જેઓ પાસેનો નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ હશે તેમને વિદેશયાત્રા પછી બે અઠવાડિયાનું ફરજિયાત ક્વોરન્ટાઇન લાગુ નહીં પડે.


