Ahmedabad News/ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં મોનીટર વિદ્યાર્થી પર હુમલો, જૂની અદાવત સામે આવી…..

સ્કૂલ (Seventh Day School) પરિસરમાં આવી ઘટના બનવી ખૂબ જ ગંભીર બાબત ગણાય છે, ખાસ કરીને જ્યારે તે નાના ધોરણના વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલી હોય.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદની જાણીતી સેવન્થ ડે સ્કૂલ (Seventh Day School) ફરી એકવાર વિવાદ માં આવી છે. સ્કૂલ પરિસરમાં ધોરણ 7ના એક વિદ્યાર્થી સાથે ગંભીર મારામારીની ઘટના સામે આવી છે, જેને લઈને વાલીઓમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના માત્ર શાળાની શિસ્ત પર પ્રશ્નચિહ્ન ઊભું કરતી નથી, પરંતુ શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પણ ગંભીર સવાલો ઉભા કરે છે.

ભોગ બનનાર વિદ્યાર્થી સ્કૂલ (Seventh Day School) માં મોનીટર તરીકે ફરજ બજાવી રહ્યો હતો.

DEO ટીમ સેવન્થ ડે સ્કૂલમાં પહોંચી 

DEO ઓફિસની એક ટીમ શાળામાં પહોંચી ગઈ છે. ઘટનાની માહિતી મળ્યા બાદ, DEO ઓફિસની એક ટીમ શાળામાં પહોંચી હતી. આ ટીમ આરોપી વિદ્યાર્થીઓને બોલાવશે અને તેમના નિવેદનો નોંધશે.

DEOએ શાળાના આચાર્ય અને વહીવટીતંત્રને નોટિસ ફટકારી 

અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીએ આ ઘટના અંગે શાળાના આચાર્ય અને વહીવટીતંત્રને નોટિસ ફટકારી છે. નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે આ મામલે બેદરકારી બદલ તેમને શા માટે સસ્પેન્ડ ન કરવા જોઈએ.

મોનીટર હોવાની અદાવત રાખી હુમલો

પ્રાપ્ત માહિતી અનુસાર, ભોગ બનનાર વિદ્યાર્થી સ્કૂલ (Seventh Day School) માં મોનીટર તરીકે ફરજ બજાવી રહ્યો હતો. શાળાની નિયમિત પ્રક્રિયા મુજબ તેણે અન્ય વિદ્યાર્થીઓને લાઇનમાં ઉભા રહેવા કહ્યું હતું. આ સામાન્ય સૂચનને લઈને ત્રણ વિદ્યાર્થીઓએ તેના પ્રત્યે અદાવત રાખી હતી. થોડા સમય બાદ, તક જોઈને આ ત્રણેય વિદ્યાર્થીઓએ મોનીટર વિદ્યાર્થી પર હુમલો કર્યો.

શર્ટના બટન તોડી નાખ્યા, વિદ્યાર્થી ડરી ગયો

હુમલા દરમિયાન ત્રણેય વિદ્યાર્થીઓએ મોનીટર વિદ્યાર્થીને માર માર્યો હતો અને તેની શર્ટના બટન પણ તોડી નાખ્યા હતા. ઘટનાથી વિદ્યાર્થી ભયભીત થઈ ગયો હતો. સ્કૂલ (Seventh Day School) પરિસરમાં આવી ઘટના બનવી ખૂબ જ ગંભીર બાબત ગણાય છે, ખાસ કરીને જ્યારે તે નાના ધોરણના વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલી હોય.

સ્કૂલ (Seventh Day School) પ્રશાસનની ભૂમિકા પર સવાલ

આ ઘટનાને લઈને સ્કૂલ પ્રશાસનની ભૂમિકા પર પણ પ્રશ્નો ઊઠી રહ્યા છે. વાલીઓનો આરોપ છે કે સ્કૂલમાં પૂરતી દેખરેખ અને શિસ્તનો અભાવ છે. જો સમયસર શિક્ષકો અથવા સ્ટાફ વચ્ચે હસ્તક્ષેપ કર્યો હોત, તો આવી ઘટના ટાળી શકાત.

ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

ઘટનાની જાણ થતાં ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ તરત જ ખોખરા પોલીસ સ્ટેશનમાં પહોંચીને ત્રણ વિદ્યાર્થીઓ સામે લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે તેમના પુત્રને મોનીટર હોવાના કારણે નિશાન બનાવવામાં આવ્યો અને તેને શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવ્યો.

પોલીસે તપાસ શરૂ કરી

ખોખરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું છે કે ફરિયાદના આધારે મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. સ્કૂલના CCTV ફૂટેજ, શિક્ષકોના નિવેદન અને અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવશે.

અગાઉ આ સ્કૂલ હત્યાના મામલામાં આવી હતી 

સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં (Seventh Day School) વિદ્યાર્થીની (Student) હત્યાને (murder) લઈને થયેલા વિવાદે શિક્ષણ અને સુરક્ષાના મુદ્દાઓને પ્રકાશમાં લાવ્યા છે. આ ઘટના બાદ, શાળામાં ઓફલાઇન વર્ગો સ્થગિત કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તે 25 સપ્ટેમ્બરથી ફરી શરૂ થવાની ધારણા છે. એવું જાણવા મળ્યું છે કે આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.


આ પણ વાંચો:અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના : નવસારીમાં વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીના પેટમાં કાતર મારી દીધી

આ પણ વાંચો:ત્રણ નોટિસ છતાંય ડોક્યુમેન્ટ્સ નહીં,અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ પર તાળું લાગશે?

આ પણ વાંચો:સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વિવાદ, 25 સપ્ટેમ્બરથી ઓફલાઇન શિક્ષણ શરૂ થવાની શક્યતા