સુરત/ ‘આપ’ની માંગ: શિક્ષકોની અછત દૂર કરો અને વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપો

રાકેશ હીરાપરા દ્વારા 13 ડીસેમ્બર 2021ના રોજ યોજાયેલી બજેટ સભામાં અને 20 ડીસેમ્બર 2021ના રોજ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. પણ આ બાબતે હજુ સુધી કોઈ પ્રત્યુત્તર શિક્ષણ સમિતિ તરફથી આપવામાં આવ્યો નથી.

Gujarat Surat
યુનિફોર્મ

સુરત આમ આદમી પાર્ટીના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય દ્વારા શિક્ષણ સમિતિને રજૂઆત કરવામાં આવી છે.વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાય અને યુનિફોર્મ ની ભાવના જળવાય એ માટે દરેક વિદ્યાર્થીને બે જોડી યુનિફોર્મ આપવા બાબતે અથવા તો યુનિફોર્મ ન આપીને એ પૈસાથી શિક્ષકોની અછત પૂરી કરવા બાબતે રજૂઆત કરાઈ છે. રાકેશ હીરાપરા દ્વારા 13 ડીસેમ્બર 2021ના રોજ યોજાયેલી બજેટ સભામાં અને 20 ડીસેમ્બર 2021ના રોજ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. પણ આ બાબતે હજુ સુધી કોઈ પ્રત્યુત્તર શિક્ષણ સમિતિ તરફથી આપવામાં આવ્યો નથી.

સુરત આમ આદમી પાર્ટીના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાય અને યુનિફોર્મની ભાવના જળવાય એ માટે દરેક વિદ્યાર્થીને બે જોડી યુનિફોર્મ આપવા બાબતે અથવા તો યુનિફોર્મ ન આપીને એ પૈસાથી શિક્ષકોની અછત પૂરી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે.

સુરતમાં આમ આદમી પાર્ટીના શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હીરાપરા દ્વારા 13 ડીસેમ્બર 2021ના રોજ યોજાયેલી બજેટ સભામાં અને 20 ડીસેમ્બર 2021ના રોજ લેખિતમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા યુનિફોર્મ અને શિક્ષકોની ઘટ દૂર કરવા બાબતે રજૂઆત કરી હતી પણ આ બાબતે હજુ સુધી કોઈ પ્રત્યુત્તર શિક્ષણ સમિતિ તરફથી આપવામાં આવ્યો નથી.

શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરાનું કહેવું છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ બાળકોને ફક્ત એક જ જોડી ગણવેશ આપવા માટેની પ્રક્રિયા શરુ કરી છે. વિદ્યાર્થીને એક જ ગણવેશ આપવામાં આવશે તો વિદ્યાર્થી એક જ ગણવેશ રોજ કેવી રીતે પહેરીને આવશે ? વયસ્કો કરતાં બાળકોના કપડાં વધુ મેલા થતાં હોય છે. જો વિદ્યાર્થી એક જ કપડાં રોજ પહેરશે તો એના સ્વાસ્થ્યનું શું? તેમને એવું પણ જણાવ્યું છે કે, ગણવેશની એક જ જોડી હોવાને કારણે વિદ્યાર્થી અમુક દિવસ ગણવેશ પહેરીને નહી આવે તો ગણવેશની મૂળ ભાવનાનું? વર્ગમાં અમુકે ગણવેશ પહેરેલ હોય અને અમુકે ન પહેરેલ હોય તો ગણવેશ આપવાનો કોઈ અર્થ ખરો?

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, રાજ્ય સરકાર બીજા ગણવેશ માટે દરેક વાલીના ખાતામાં 600 રૂપિયા નાખે છે એટલે બીજી જોડી વાલીઓ જાતે સીવડાવી લેશે પણ સમિતિ દ્વારા આપવામાં આવતો ગણવેશ તો વિશેષ ઓર્ડર આપીને બનાવેલ છે, એ જ ડીઝાઈન, કલર અને ગુણવત્તાનું કાપડ વાલીઓ ક્યાંથી ખરીદશે તે બાબતે પણ સવાલો ઉઠી રહ્યા છે. એટલે આમ આદમી પાર્ટીની માગણી છે કે, શિક્ષણ સમિતિ તરફથી જ તમામ બાળકોને સારી ગુણવત્તાવાળો બે જોડી ગણવેશ આપવામાં આવે અને એ ગણવેશ પણ દરેક વિદ્યાર્થીનું માપ લઈને જ આપવામાં આવે. ગત વર્ષની જેમ ધોરણ પ્રમાણે મનઘડંત સાઈઝનો ગણવેશ આપવામાં ન આવે. આવું ન થાય તો વિદ્યાર્થીઓને ગણવેશ ન આપીને આ ગણવેશના પૈસે શિક્ષકોની અછત પૂરી કરી દેવામાં આવે.