Surat News:સુરતની સેશન્સ કોર્ટ (Sessions Court) માં જાન્યુઆરી-2023માં થયેલા એક હત્યાના કેસની સુનાવણી દરમિયાન નાટ્યાત્મક વળાંક આવ્યો હતો. કેસની તપાસ કરનાર PI એચ.બી. ઝાલા વારંવાર સમન્સ અને વોરંટ મળવા છતાં કોર્ટમાં હાજર ન થતા કોર્ટ નારાજ થઈ હતી. આજે કેસની મુદ્દતમાં હાજર થયેલા PI ઝાલાને કસ્ટડીમાં લેવાનો હુકમ કરતા કોર્ટરૂમમાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આખરે PIએ માફી માંગતા કોર્ટે (Sessions Court) વોરંટ રદ્દ કરી તેમની જુબાની નોંધી હતી.આ કેસ લિંબાયત વિસ્તારમાં 2023માં બનેલી ઘટના સાથે સંબંધિત છે.
સેશન્સ કોર્ટ(Sessions Court)નો હુકમ
લિંબાયતમાં રહેતા ચેતન ગુપ્તા અને શબ્બીર ઉર્ફે પપ્પુ ખાન વચ્ચે જમીનની બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન ચેતન ગુપ્તાએ પપ્પુ ખાનને માથાના ભાગે હથોડીથી માર માર્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત શબ્બીરને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ (Death) થયું હતું.આ ઘટના અંગે લિંબાયત પોલીસ સ્ટેશને ચેતન ગુપ્તા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ (Arrest) કરી હતી. કેસની તપાસ તત્કાલીન પીઆઈ એચ.બી. ઝાલા કરી રહ્યા હતા.

તપાસ પૂર્ણ થયા બાદ તેમની બદલી થઈ હતી અને હાલ તેઓ ભરૂચ જિલ્લાના દહેજમાં ફરજ બજાવી રહ્યા છે.કોર્ટ (Sessions Court) માં આ કેસની કાર્યવાહી દરમિયાન માત્ર તપાસ અધિકારી PI ઝાલાની જુબાની બાકી હતી. આ માટે તેમને વારંવાર ફોન કરવામાં આવ્યા હતા અને સમન્સ પણ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓ કોર્ટ સમક્ષ હાજર રહ્યા ન હતા. આ બાબતે બચાવપક્ષના વકીલ રાહુલ યાદવે દલીલો કરી હતી કે PI ની ગેરહાજરીને કારણે કેસમાં વિલંબ થઈ રહ્યો છે અને PI સામે વોરંટ ઇસ્યુ કરવું જોઈએ.
આ દલીલોને ધ્યાનમાં લઈ સેશન્સ જજ એચ.એમ. વ્યાસે PI એચ.બી. ઝાલા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું હતું. લિંબાયત પોલીસના કોર્ટ ડ્યુટીના સ્ટાફે આ વોરંટની બજવણી માટે PI ઝાલાને માત્ર ટેલિફોનિક જાણ કરી હતી અને તેમને કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું. આ જ શેરા સાથે વોરંટ કોર્ટ (Sessions Court) માં જમા કરી દેવામાં આવ્યું હતું.આજે કોર્ટમાં સુનાવણી દરમિયાન, શેરા વિરુદ્ધ વોરંટ દાખલ કરનાર કોર્ટ ડ્યુટી ઓફિસર અને લિંબાયતના PIને પણ તાત્કાલિક કોર્ટમાં હાજર રહેવા કહેવામાં આવ્યું હતું.
