અમદાવાદ પોલીસના સબ સલામતીના દાવા વચ્ચે બિલ્ડર પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી લૂંટ ચલાવવાની ઘટના સામે આવી છે. ચાંદખેડા વિસ્તારના ન્યુ સીજી રોડ પરથી પસાર થતા બિલ્ડર પર ત્રણ અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો. બિલ્ડર પાસેથી મોબાઈલ ફોન અને સોનાની ચેઈનની લુંટ ચલાવી શખ્સો ફરાર થઇ ગયા હતા. તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યા બાદ ઈજાગ્રસ્ત થયેલા યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેેડ્યો હતો.
આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે રોડ પર આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજના ધોરણે ફરાર શખ્સોને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
