અપ્રમાણસર મિલકત/ ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે લાંઘાના પ્રકરણ બાદ વધુ ત્રણ અધિકારીએ ACB ની ઝપેટમાં,અપ્રમાણસર મિલકતનો કેસ નોંધાયો

ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે, અધિકારીઓ પાસેથી લાખોની અપ્રમાણસર મિલકત ઝડપાઇ છે, એસીબીએ ત્રણ અધિકારીઓને અપ્રમાણસર મિલકતના કેસમાં ઝડપી પાડ્યા છે

Top Stories Gujarat

ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે,ગુજરાત સરકાર માં ફરજ બજાવતા વર્ગ એકના કર્મચારી તેમજ વર્ગ બે અને વર્ગ ૩ ના કર્મચારીઓએ આચરેલા ભ્રષ્ટાચાર બાબતે એક જ દિવસમાં એસીબીએ ત્રણ ગુના નોંધ્યા છે આ અધિકારીઓ પાસેથી અપ્રમાણસર મિલકતો મળી આવી છે.અધિકારીઓ પાસેથી લાખોની અપ્રમાણસર મિલકત ઝડપાઇ છે, એસીબીએ ત્રણ અધિકારીઓને અપ્રમાણસર મિલકતના કેસમાં ઝડપી પાડ્યા છે. જૂના સચિવાલયમાં પંચાયત વિભાગમાં કામ કરતા એક અધિકારી પાસેથી લાખોની અપ્રમાણસર મિલકત ઝડપાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જૂના સચિવાલયમાં કામ કરતા પંચાયત વિભાગના આસિસ્ટન્ટ કમિશનર સુનિલ વસાવાની સામે આવક કરતા વધુ સંપત્તિ મળી આવતા તેમની સામે એસીબીએ ગુનો નોંધ્યો છે.  તેમની પાસેથી 88.84 લાખ રૂપિયાની વધારાની મિલકત ઝડપાઈ છે.  તેમની આવક કરતા 59 ટકા વધુ સંપત્તિ મળી આવી છે. આ મામલે એસીબી દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.. આ સિવાય ગોંધરાના તત્કાલીન સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરની સામે પણ ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. અશોક પટેલ નામના અધિકારી પાસેથી પણ અપ્રમાણસર મિલકત મળી હોવાની જાણકારી સામે આવી છે. માહિતી પ્રમાણે આ અધિકારી પાસેથી 21.20 ટકા અપ્રમાણસરની સંપત્તિ મળી આવી છે.

સુરતના મહુવાના તત્કાલીન સર્કલ ઓફિસર સામે પણ એસીબી દ્વારા અપ્રમાણસર મિલકતનો કેસ નોંધવામાં આવ્યો છે. અરૂણ પટેલ નામના અધિકારી પાસેથી પણ 20.42 ટકા જેટલી આવક કરતા વધારે મિલકત ઝડપાઈ છે. આ મામલે એસીબી દ્વારા આ ફરિયાદ દાખલ કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઇ છે.