અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક બિલ્ડર પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરીને લૂંટ ચલાવી હતી. મળતી માહીતી મુજબ બિલ્ડર વિજય પટેલ તેમના ભત્રીજા દીપ સાથે કારમાં ચાંદખેડા ન્યૂ સીજી રોડ પર આવ્યા હતા. જો કે દિપ કારમાંથી ઉતરી રોનક બંગ્લોઝ તરફ ચાલતો જતો હતો. આ દરમિયાન ત્રણ જેટલા અજાણ્યા શખ્સોએ દીપને ટાર્ગેટ કરીને તેના પેટના ભાગે છરીના ધા ઝીંકી દીધા હતા અને આ શખ્સો દીપનો મોબાઇલ ફોન અને સોનાની ચેઇનની લૂંટ ચલાવી પલાયન થયા હતા. જો કે દીપ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સ્થાનિકો દીપને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાબડતોડ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે દિન દહાડે બનતા આવા ગંભીર ગુનાઓમાં પોલીસ તંત્ર સુરક્ષા નામે સાવ મીડું સાબિત થયું છે. તેમજ આ અજાણ્યા શખ્સોએ પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે.
Not Set/
ધોળા દિવસે બિલ્ડર પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક બિલ્ડર પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરીને લૂંટ ચલાવી હતી. મળતી માહીતી મુજબ બિલ્ડર વિજય પટેલ તેમના ભત્રીજા દીપ સાથે કારમાં ચાંદખેડા ન્યૂ સીજી રોડ પર આવ્યા હતા. જો કે દિપ કારમાંથી ઉતરી રોનક બંગ્લોઝ તરફ ચાલતો જતો હતો. આ દરમિયાન ત્રણ જેટલા અજાણ્યા શખ્સોએ દીપને ટાર્ગેટ કરીને તેના પેટના ભાગે […]
