દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) [email protected]
આજનું પંચાંગ
- તારીખ – તા. 29 ઓગસ્ટ 2020, શનિવાર
- તિથિ – ભાદરવા સુદ એકાદશી
- રાશિ – ધન (ભ,ધ,ફ,ઢ)
- નક્ષત્ર – પૂર્વાષાઢા
- યોગ – આયુષ્યમાન
- કરણ – વિષ્ટી
દિન વિશેષ –
- પરીવર્તીની એકાદશી
- સવારનું શુભ ચોઘડીયું – 7.57 થી 9.32
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –
- જુદા જુદા અનેક કાર્યોમાં મન ગૂંચવાય
- મનમાં કંઈ સ્પષ્ટતા ન વર્તાય
- બપોર પછી મન સ્થિર થાય
- આવકના માર્ગ મોકળા બને

* વૃષભ (બ,વ,ઉ) –
- ખોટી ચર્ચાવિચારણાથી દૂર રહેવું
- સમજું વ્યક્તિની સલાહ લેવી
- સંધ્યાકાળે જીવનસાથીનો સહકાર મળે
- એકલતાથી મન વ્યથિત રહે

* મિથુન (ક,છ,ઘ) –
- સરકારી કાર્યો થાય
- વેપારમાં દોડધામ કરવી પડે
- ધન સંબંધી ચિંતા સતાવે
- ડાયાબીટીસથી સાવધાન

* કર્ક (ડ,હ) –
- નોકરીમાં નવો લાભ મળે
- આરોગ્ય જાળવજો
- મોસાળથી લાભ મળે
- પરદેશના કાર્યમાં રુચિ વધે

* સિંહ (મ,ટ) –
- સંતાન સંબંધી ચિંતા સતાવે
- વિદ્યાર્થીઓ અભ્યાસમાં સાચવવું
- ખોટી ચિંતાથી દૂર રહેવું
- ઘરમાં વધુ ખર્ચ થાય

* કન્યા (પ,ઠ,ણ) –
- ઘરમાં સુખ ચેન ન મળે
- વડીલો સાથે સંબંધ નબળા પડી શકે
- લાભ પાછળની દોટ વધી જાય
- પણ, તમારે સંયમ રાખવો પડશે

* તુલા (ર,ત) –
- ભૌતિક સુખ વધે
- સંબંધો વધુ બળવાન બને
- વેપારમાં ઉત્સાહ વધે
- પણ, ઝડપથી બહુ મોટુ સાહસ ન કરવું

* વૃશ્ચિક (ન,ય) –
- ખોટા શત્રુ ઊભા ન કરતા
- પોતાના કામથી કામ રાખવું
- શિક્ષણ પાછળ ખર્ચ થાય
- ઘરમાં મહેમાનનું આગમન થાય

* ધન (ભ,ધ,ફ,ઢ) –
- ફરિયાદો થોડી વધી જાય
- ઓફીસમાં મતભેદ થઈ શકે
- સકારાત્મક અભિગમ રાખજો
- રાત્રિનો સમય ઉત્તમ રહેશે

* મકર (ખ,જ) –
- વેપારમાં લાભ થાય
- કાર્ય આગળ ધપે
- પણ, રૂકાવટથી પરેશાન ન થવું
- વડીલો મદદે આવશે

* કુંભ (ગ,શ,સ,ષ) –
- પુત્રવધૂ સાથે સંબંધો સુધરે
- શિક્ષણ ક્ષેત્રે લાભ મળે
- પ્રેમ સંબંધો મજબૂત બને
- શાંતિથી દિવસ વીતે

* મિન (દ,ચ,ઝ,થ) –
- કાર્યમાં હળવાશ મળે
- ભાગ્યના બળે આગળ વધાશે
- પરિસ્થિતિ તમારા પક્ષે રહે
- પણ, ભાષામાં સંયમ રાખવો પડશે
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા કુળદેવીની ઉપાસના કરવી – મંત્રજાપ કરવા.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
