Bhagat Ram Talwar/ જેમ્સ બોન્ડથી પણ વધારે ચર્ચામાં હતા ભારતના પ્રથમ જાસૂસ ‘સિલ્વર’, 5 દેશો માટે કરી હતી જાસૂસી

કોઈ જાસૂસનું નામ સાંભળવા મળે એટલે આપણા મગજમાં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગનું નામ ફરવા લાગે છે

Trending Uncategorized
Bhagat Ram Talwar

Bhagat Ram Talwar: કોઈ જાસૂસનું નામ સાંભળવા મળે એટલે આપણા મગજમાં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગનું નામ ફરવા લાગે છે. કારણ કે ભારતમાં ભારતીય જાસૂસોના તમામ તાર આ સંસ્થા સાથે જોડાયેલા છે. જે રીતે CBI અને IB જેવી સંસ્થાઓ દેશની અંદરના દુશ્મનો પર નજર રાખે છે અને તેમના પર કાર્યવાહી કરે છે, તેવી જ રીતે RAW એ એક એવી સંસ્થા છે જે દેશની બહારના દુશ્મનોથી દેશનું રક્ષણ કરે છે.

આ ગુપ્તચર એજન્સીએ દેશને ઘણા તેજસ્વી અને આશાસ્પદ જાસૂસો આપ્યા છે. (Bhagat Ram Talwar) આમાં રવિન્દ્ર કૌશિક, આર. એન. કાવ, સેહમત ખાન, અજીત ડોભાલ જેવા નામો ટોચ પર છે. પરંતુ 1968 પહેલા, જ્યારે RAW ની સ્થાપના થઈ ન હતી, ત્યારે ત્યાં એક ભારતીય જાસૂસ હતો. જેનું નામ વિશ્વભરની ગુપ્તચર એજન્સીઓની ઓફીસોમાં ચર્ચાતુ રહેતું હતું.

જાસુસ સિલ્વર

આ જાસૂસ જેને આખી દુનિયા સિલ્વરના નામથી ઓળખતી હતી, તેમનું પૂરું નામ ભગત રામ તલવાર ઉર્ફે ‘સિલ્વર’ હતું. ભગતરામ તલવારને ભારતના પ્રથમ જાસૂસ પણ કહેવામાં આવે છે. આ જાસૂસના નામનો ડંકો આખી દુનિયામાં વાગતો હતો, કારણ કે તેમણે માત્ર ભારત માટે જ નહીં પરંતુ 5 દેશોની જાસૂસી કરી હતી. આ સમયગાળો બીજા વિશ્વયુદ્ધનો હતો, જ્યારે સિલ્વર ભારત સહિત ઘણા દેશો માટે જાસૂસી કરી ચૂક્યા હતા.

સુભાષ ચંદ્ર બોઝ સાથે પણ નામ જોડાયેલું

ભગતરામ તલવાર જાસૂસ બનતા પહેલા ભારતના સ્વાતંત્ર્ય સેનાની હતા. કહેવાય છે કે વર્ષ 1941માં જ્યારે સુભાષ ચંદ્ર બોઝ નજરકેદ હતા ત્યારે તેમને દેશમાંથી મુક્ત કરાવવામાં સિલ્વરની મોટી ભૂમિકા હતી. એવું પણ કહેવાય છે કે સિલ્વર નેતાજી સાથે કોલકાતાથી કાબુલની યાત્રા કરી હતી. જો કે, ભગતરામ તલવાર જાસૂસ છે, પણ નેતાને પણ આ હકીકતની કોઈ જાણ નહોતી. જેનના પરથી અંદાજ લગાવી શકાય છે કે સિલ્વર તેમના કામમાં કેટલા નિષ્ણાત હતા.

જીવન પર લખાયું પુસ્તક

સિલ્વર સાથે જોડાયેલી વાર્તાઓ એટલી રોમાંચક હતી કે તેના પર એક પુસ્તક પણ લખવામાં આવ્યું છે. પ્રખ્યાત લેખક અને પત્રકાર મિહિર બોઝે તેમના પુસ્તક (સિલ્વર: ધ સ્પાય હુ ફૂલ્ડ ધ નાઝીઝ) માં લખ્યું છે કે ભગતરામને રહેમત ખાનના નામથી પણ ઓળખવામાં આવતા હતા. પરંતુ સૌથી વધુ લોકપ્રિય નામ સિલ્વર હતું. આ પુસ્તકમાં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાનની ઘણી જાસૂસી વાર્તાઓ જોવા મળશે. મિહિર બોઝ પુસ્તકમાં લખે છે કે ભગતરામ એવા જાસૂસ હતા જેમણે દાવો કર્યો હતો કે તેઓ 5 દેશો માટે જાસૂસીનું કામ કરતા હતા.