Valsad News:વલસાડના પારડી તાલુકા નજીક ગત મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. દમણથી પરત ફરી રહેલી દેવગઢ બારીયાની રતનદીપ સ્કૂલના વિદ્યાર્થીઓથી (Students) ભરેલી ખાનગી બસ આ અકસ્માતમાં સામેલ થઈ હતી. અકસ્માતનું મુખ્ય કારણ એક ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારવાનું જણાવાયું છે, જેના પગલે પાછળ આવતા પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા હતા.આ અકસ્માતમાં બસમાં સવાર 10થી વધુ વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. તેમજ બસના ચાલક અને અન્ય સ્ટાફને પણ ઈજાઓ થઈ છે. સદનસીબે કોઈનું મોત નથી થયું અને તમામ ઈજાગ્રસ્તોની હાલત સ્થિર છે. અકસ્માતને કારણે હાઈવે પર લાંબો ચક્કાજામ લાગી ગયો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.
પારડી નજીક સ્કૂલ બસ અકસ્માત, 10થી વધુ વિદ્યાર્થીઓને (Students) ઈજા

મળતી માહિતી અનુસાર, રતનદીપ સ્કૂલના વિદ્યાર્થીઓ દમણની શૈક્ષણિક કે પ્રવાસી મુલાકાત લઈને પરત ફરી રહ્યા હતા. મોડી રાત્રે પારડી નજીક હાઈવે પર આવેલા આ વિસ્તારમાં આગળ જતા ડમ્પરે અચાનક બ્રેક મારતાં પાછળના વાહનોની ચેઈન રિએક્શન શરૂ થઈ અને પાંચ વાહનો અથડાયા. આમાં વિદ્યાર્થીઓની (Students) બસ પણ સામેલ અથડાઈ હતી.

અકસ્માતની જાણ થતાં જ પારડી પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ (Students) અને સ્ટાફને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં અકસ્માતોની વણઝાર, બે અકસ્માતમાં ત્રણના મોત
આ પણ વાંચો:યમુના એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, કાર-બસ અથડાતા 13 લોકો જીવતા બડ્યા
આ પણ વાંચો:કરજણ નજીક નેશનલ હાઈવે 48 પર બસને નડ્યો કાળમુખો અકસ્માત, 10થી વધુ મુસાફરોને ઈજા, એકની હાલત ગંભીર
