Not Set/ ફ્રન્ટલાઈન વોરિયર્સ ગણાતાં પોલીસ અને ડોક્ટર્સ કોરોનાની ઝપેટમાં, મેડિકલ સુપ્રિ સહિત, 85 પોલીસ કર્મીને કોરોના

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરે ફરી પીક પકડી છે. સતત કોરોના કેસ વધી રહ્યા છે. એમાંપણ ખાસ કરીને અમદાવાદ, સુરત સહિતના મોટા શહેરોમાં વધુ કેસ…

Ahmedabad Gujarat
કોરોનાની
  • અમદાવાદની સોલા હોસ્પિટલ કોરોનાના ભરડામાં
  • અનેક વિભાગમાં પહોંચ્યો કોરોના
  • સોલા સિવિલના મેડિકલ સુપ્રિ. કોરોના પોઝિટિવ
  • દીપિકા સિંગલને કોરોના પોઝિટિવ
  • સામાન્ય લક્ષણો દેખાતા હોમ આઇસોલેટ થયા
  • 9 નર્સિંગ સ્ટાફ, 12 ડોકટરોને કોરોના
  • 3 પેરા મેડિકલ અને 1 સર્વન્ટને કોરોના
  • સ્ટાફમાં કોરોના આવતા ફફડાટ ફેલાયો

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરે ફરી પીક પકડી છે. સતત કોરોના કેસ વધી રહ્યા છે. એમાંપણ ખાસ કરીને અમદાવાદ, સુરત સહિતના મોટા શહેરોમાં વધુ કેસ સામે આવ્યા છે. થોડા દિવસો પહેલાં રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ હવે પોલીસ કર્મીઓ પણ કોરોનાને ચપેટમાં આપી રહ્યા છે. ત્યારે આવામાં સોલા સિવિલના મેડિકલ સુપ્રિટેન્ડન દીપિકા સિંગલ કોરોના સંક્રમિત થયા છે.સામાન્ય સીમટમ્સ હોવાના કારણે તે ઘરે સારવાર લઈ રહ્યાં છે. આ સિવાય સોલો સિવિલ હોસ્પિટલમાં 9 નર્સિગ સ્ટાફ,12 ડોક્ટરો 2 પેરા મેડિકલ અને 1 સરવન્ટ કોરોના પોઝેટિવ આવ્યા હતા.હોસ્પિટલમાં કોરોનાનું સંક્રમણ વધતા લોકોમાં ભયનો માહોલ ઉત્પન થયો છે.

આ પણ વાંચો :કોરોનાનું સંક્રમણ સતત વધતાં રાજ્યના પ્રસિધ્ધ તિર્થધામો દ્વારા એક સપ્તાહ દર્શન બંધ રાખવાનો નિર્ણય

  • અમદાવાદ પોલીસ વિભાગમાં કોરોના વિસ્ફોટ
  • એક જ દિવસમાં 85 પો.કર્મી કોરોના સંક્રમિત
  • 2 ACP,3 PI અને 12 થી વધુ PSI કોરોના સંક્રમિત
  • 351 પોલીસકર્મી અને અધિકારીઓ કોરોના સંક્રમિત
  • કૃષ્ણનગર, સોલા,ખોખરા પો.સ્ટે. વધુ કેસ નોંધાયા
  • બે લોકો માત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • સંક્રમણ અટકાવવા વેકસિનેશનને વધુ વેગ અપાયો
  • હાલ શહેર પોલીસને અપાઈ રહ્યો છે પ્રિકોશનર ડોઝ
  • સંક્રમિત અધિકારીઓ કર્મીઓ માત્ર હોમ આઇસોલેટ
  • કોઈને ગંભીર લક્ષણો ન હોવાનું ધ્યાને આવ્યું

હાલ ચાલી રહેલી લહેરમાં ફરી એક વાર પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ઝપેટમાં આવ્યા છે. જેમાં 22 ACP,3 PI અને 12 થી વધુ PSI સહિત 351 પોલીસકર્મી અને અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી માત્ર બે લોકો માત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે કોરોનાથી સંક્રમિત થતા અટકાવવા રસીકરણ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે શહેર પોલીસને પ્રિકોશનર ડોઝ આપવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :રાજ્યનાં વધુ એક પૂર્વ મંત્રી કોરોના સંક્રમિત, સરકારની વધી ચિંતા

કોરોના સંક્રમિત પોલીસ અધિકારીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. તેમના સ્વાસ્થ્ય માટે દરરોજ કમિશ્નર કચેરીથી અપડેટ મેળવવામાં આવી રહી છે. જો કોઈને વધુ લક્ષણો દેખાય તો તે મુજબ તેઓને ટ્રીટમેન્ટ આપવા માટે અધિકારીઓ ફરજ બજાવે છે.જોકે હજુ સુધી કોઈને ગંભીર લક્ષણો ન હોવાનું ધ્યાને આવ્યું છે.ઉલ્લેખનીય છે કે આ આંકડાકીય માહિતી મુજબ કૃષ્ણ નગર, સોલા અને ખોખરા પોલીસ સ્ટેશન માં સૌથી વધુ કોરોના ના કેસ હોવાનું સામે આવ્યું છે. અત્રે નોંધનીય છે કે એક જ દિવસમાં 85 પોલીસકર્મી કોરોના સંક્રમિત થતા કુલ આંકડો 351 સુધી પહોંચ્યો છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 10150 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3264 કેસ નોંધાયા છે. અમદાવાદ ગ્રામ્યમાં 51 કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 2474 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાથી 2 દર્દીના મોત થયા છે.

આ પણ વાંચો :રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,150 કેસ નોંધાયા, જયારે 8 દર્દીના મોત થયા

આ પણ વાંચો :આવો….આવો….બોલતા જ 50 બગલા ખોરાક ખાવા યુવાન પાસે દોડી આવે છે

આ પણ વાંચો :ચોટીલા યાત્રાધામમાં મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ત્રણ દિવસના મિની વેકેશનના પગલે લોકોની ભીડ