આજના હળાહળ કળયુગમાં માણસ માણસનો લોહિનો તરસ્યો બન્યો છે. હાલ સમાજમાં નાની-નાની વાતોમાં મોટા ઝઘડાઓ અને મર્ડર સુધીના ગુન્હાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ત્યારે આ વાત પાટડીના યુવાન અને અબોલ બગલાઓની અતૂટ દોસ્તીની છે. પાટડી ખોડીયાર માતાના મંદિર પાસેના ગામ તળાવમાં મેલડી માતાના મંદિરની મુલાકાત લો તો તમને આ તળાવ કિનારે શૈલેષ પાટડીયા નામનો સેવાભાવી યુવાન બગલાઓને દાણા ખવડાવતો નજરે પડે.
આ પણ વાંચો:Virat Kohli Captaincy Resign / વિરાટની કેપ્ટનશીપ છોડ્યા બાદ અનુષ્કા ભાવુક થઈને જાણો શું કહ્યું ?
પાટડીનો શૈલેષ પાટડીયા નામનો આ સેવાભાવી યુવાન રોજ સવારે તળાવ કિનારે બેસીને આવો…આવો….નો સાદ પાડે કે તરત જ તળાવ કિનારે બાવળના ઝૂંડમાંથી એક પછી એક એમ 50થી વધુ બગલાઓનું એક આખુ ઝુંડ રોટલી સહિતનો ખોરાક ખાવા આ યુવાનની નજીક આવે છે. ત્યાર બાદ પાટડીનો શૈલેષ પાટડીયા આ બગલાઓને પ્રેમથી રોટલીના ટૂકડા કરી જમાડે છે.
આ પણ વાંચો:Virat Kohli Captaincy Resign / વિરાટની કેપ્ટનશીપ છોડ્યા બાદ અનુષ્કા ભાવુક થઈને જાણો શું કહ્યું ?
અને આ સિલસિલો એક-બે દિવસ કે બે-ચાર મહિનાઓથી નહીં પણ પાછલા આઠ-દશ વર્ષથી એની આ સેવાકીય કામગીરી નિયમિત જોવા મળે છે. ગમે તેવી ટાઢ, તડકો કે વરસાદ હોય તો પણ આ યુવાન પોતાની આ દિનચર્યા ફરજ સમજીને ક્યારેય ચુકતો નથી. અને આ સેવાકાર્યમાં ગામના પ્રતિષ્ઠિત આગેવાનો સહિત ગામ લોકોનો સારો સાથ સહકાર મળી રહે છે. ખરેખર, આ યુવાન દ્વારા આવો….આવો…..ની બુમ પાડતાની સાથે બગલાના ઝુંડને તળાવમાંથી આવતાનું દ્રશ્ય ખરેખર દિલને ઠંડક પહોંચાડે છે.
