Ahmedabad News/ ધોરણ 9-10માં મોટો ફેરફાર, હવે 10 નહીં માત્ર 8 ફરજિયાત વિષયો

અભ્યાસને વધુ વ્યવહારુ તેમજ સર્વાંગી વિકાસલક્ષી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં અભ્યાક્રમમાં હવે ફક્ત 8 ફરજિયાત વિષયો (compulsory subjects )રહેશે. 

Top Stories Ahmedabad Gujarat
નવા વિષય માળખા અનુસાર વિદ્યાર્થીઓ પરનો વિષયભાર ઘટાડવામાં આવ્યો છે અને અભ્યાસને વધુ વ્યવહારુ તેમજ સર્વાંગી વિકાસલક્ષી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં અભ્યાક્રમમાં હવે ફક્ત 8 ફરજિયાત વિષયો (compulsory subjects )રહેશે.

Ahmedabad News :  નવી શિક્ષણ નીતિ (NEP-2020) અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF-SE)ના અમલ હેઠળ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9 (Class 9)અને 10 (Class 10)ના અભ્યાસક્રમમાં મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યા છે. નવા વિષય માળખા અનુસાર વિદ્યાર્થીઓ પરનો વિષયભાર ઘટાડવામાં આવ્યો છે અને અભ્યાસને વધુ વ્યવહારુ તેમજ સર્વાંગી વિકાસલક્ષી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં અભ્યાક્રમમાં હવે ફક્ત 8 ફરજિયાત વિષયો (compulsory subjects )રહેશે.

નવા નિયમો મુજબ શૈક્ષણિક વર્ષ 2026-27થી ધોરણ-10 (Class 10)માં અને 2027-28થી ધોરણ-9માં સુધારાયેલ અભ્યાસક્રમ અમલમાં આવશે.

હવે માત્ર 8 ફરજિયાત વિષયો (compulsory subjects )

અત્યાર સુધી ધોરણ-10માં કુલ 10 વિષયો ફરજિયાત હતા, પરંતુ હવે વિદ્યાર્થીઓએ માત્ર 8 મુખ્ય વિષયોનો અભ્યાસ કરવો પડશે.

આ ફેરફાર હેઠળ અગાઉનો વ્યાવસાયિક શિક્ષણ (Vocational Education) વિષય દૂર કરવામાં આવ્યો છે. તેના સ્થાને વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી અને નાગરિક મૂલ્યો વિકસે તે હેતુથી ‘વ્યક્તિ અને સમાજજીવન (Individual in Society)’ નામનો નવો વિષય ઉમેરવામાં આવ્યો છે.

ત્રિ-ભાષા સૂત્રમાં પણ ફેરફાર

નવી વ્યવસ્થા હેઠળ ભાષાઓની પસંદગી માટે સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે.

  • શાળાનું જે માધ્યમ હશે તે ભાષા પ્રથમ ભાષા તરીકે ફરજિયાત રહેશે.
  • બીજી ભાષા તરીકે ગુજરાતી અથવા અંગ્રેજીમાંથી એક પસંદ કરી શકાશે, પરંતુ પ્રથમ ભાષા ફરી પસંદ કરી શકાશે નહીં.
  • ત્રીજી ભાષા તરીકે હિન્દી, સંસ્કૃત, અરબી, સિંધી અથવા ઉર્દૂ જેવા વિકલ્પ ઉપલબ્ધ રહેશે.

મુખ્ય વિષયો કયા રહેશે?

વિદ્યાર્થીઓ માટે નીચેના વિષયો મુખ્ય રહેશે.

  • પ્રથમ ભાષા
  • બીજી ભાષા
  • ત્રીજી ભાષા
  • ગણિત
  • વિજ્ઞાન
  • સામાજિક વિજ્ઞાન
  • વ્યક્તિ અને સમાજજીવન
  • વૈકલ્પિક વિષય

વિવિધ શાળાઓ માટે અલગ વૈકલ્પિક વિષયો

વિદ્યાર્થીઓને શાળાના પ્રકાર પ્રમાણે વિવિધ વૈકલ્પિક વિષયો પસંદ કરવાની તક મળશે.

સામાન્ય શાળાઓમાં

  • કલા શિક્ષણ
  • યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ
  • કમ્પ્યુટર અભ્યાસ
  • કૃષિવિજ્ઞાન
  • ગૃહવિજ્ઞાન
  • પશુપાલન અને ડેરી વિજ્ઞાન

ઉચ્ચ બુનિયાદી શાળાઓમાં

  • ચિત્રકલા
  • સંગીત
  • યોગ અને સ્વાસ્થ્ય
  • પશુપાલન અને ડેરી વિજ્ઞાન

ટેક્નિકલ શાળાઓમાં

  • એલિમેન્ટ્સ ઓફ એન્જિનિયરિંગ
  • કમ્પ્યુટર એઇડેડ એન્જિનિયરિંગ ડ્રોઇંગ
  • બેઝિક્સ ઓફ એન્જિનિયરિંગ પ્રોસેસ
  • મેન્ટેનન્સ એન્ડ સેફ્ટી

વાણિજ્ય શાળાઓમાં

  • વાણિજ્ય પરિચય
  • નાણાકીય મૂળભૂતતા
  • સેક્રેટેરિયલ પ્રેક્ટિસ

તમામ પસંદ કરેલા વિષયોમાં પાસ થવું ફરજિયાત

બોર્ડના નવા પરિપત્ર મુજબ વિદ્યાર્થી જે-જે વિષયો પસંદ કરશે, તે તમામ વિષયોમાં ધોરણ-10ની બોર્ડ પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે. આ અંગે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ અને માધ્યમિક શાળાઓને જરૂરી સૂચનાઓ મોકલવામાં આવી છે.

શું બદલાશે?