સુરત/ વેક્સીન સેન્ટરમાં વેક્સીન લેવા આવતા લોકો માટે લાફીંગ થેરાપીનું આયોજન કરવામાં આવ્યું

સંજય મહંત-સુરત સુરતમાં એક તરફ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. અને રોજના રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. અને બીજી તરફ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ત્યારે સુરતમાં તંત્ર દ્બારા વેક્સીનેશનની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. ત્યારે રીગા સ્ટ્રીટ, કેનાલ રોડ, વેસુ ખાતે વેક્સિનેશન સેન્ટર પર વેક્સિનેશન લેવા આવેલા લોકો માટે લાફિંગ થેરાપિસ્ટ […]

Gujarat Surat

સંજય મહંત-સુરત

સુરતમાં એક તરફ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. અને રોજના રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. અને બીજી તરફ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ત્યારે સુરતમાં તંત્ર દ્બારા વેક્સીનેશનની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. ત્યારે રીગા સ્ટ્રીટ, કેનાલ રોડ, વેસુ ખાતે વેક્સિનેશન સેન્ટર પર વેક્સિનેશન લેવા આવેલા લોકો માટે લાફિંગ થેરાપિસ્ટ કમલેશભાઈ મસાલાવાળા દ્વારા લાફિંગ થેરેપી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કમલેશ મસાલાવાળાએ અહી લોકોને પેટ પકડીને હસાવ્યા હતા. હાસ્ય વ્યક્તિને ડીપ ડિપ્રેશન અને માનસિક તાણમાંથી બહાર લાવવા માટેની ઉત્તમ ઔષધિ છે. હાસ્ય થેરાપીની મદદથી વ્યક્તિ આવી સ્થિતિમાં પણ સ્વસ્થ રહી શકે છે. કોરોના સંક્રમણને કારણે ઘણા લોકો ઓક્સિજન લેવલ ઓછું થવાના કારણે મોતને ભેટે છે અથવા તો હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લેવાની ફરજ પડી રહી છે. હાસ્ય થેરેપીથી શરીરમાં એક પ્રકારનો ઉત્સાહનો સંચાર થાય છે.ઓક્સિજન લેવલમાં નોંધપાત્ર વધારો થાય છે. કોઈપણ દવા લીધા વગર શરીરમાં ઓક્સિજન લેવલને વધારવા માટે હાસ્ય થેરાપી આજે સૌથી ઉપયોગી સારવાર પૈકીની એક બની ગઈ છે.

વેક્સિનેશન લેવા આવેલા તમામ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો

સુરતના લાફિંગ થેરાપીસ્ટ કમલેશ મસાલાવાલાએ વેક્સિન લેવા આવેલા લોકોને હાસ્ય થેરેપી આપીને થોડા સમય માટે હળવા કરી નાખ્યા હતાં. વેક્સિન લેવા લોકોની કતારો લાગે છે. પરિણામે એકાદ કલાક જેટલો સમય લોકોને રાહ જોવામાં વેડફાઈ જાય છે. તેથી વ્યક્તિ નેશનલ સેન્ટર પર આવેલા તમામ લોકોના સમયનો સદુપયોગ થાય તે માટે લાફ્ટર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.એક કલાકના સેશનમાં વેક્સિનેશન લેવા આવેલા તમામ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વિશેષ એક્સરસાઇઝ શીખવવામાં આવી

સુરતના લાફિંગ થેરાપિસ્ટ કમલેશ મસાલાવાળા એ જણાવ્યું કે લોકોના શરીરમાં ઓક્સિજન લેવલ જળવાઈ રહે તેના માટેની કેટલીક વિશેષ એક્સરસાઇઝ તેમને શીખવવામાં આવી છે. હાસ્યથી શરીરમાં કયા પ્રકારના પરિવર્તન આવે છે. તેમનું તેમને અનુભવ પણ કરાવ્યો અને તે બાબતની સમજણ પણ આપી છે.લાફિંગ થેરાપી સેશનમાં હાજર રહેલા તમામ લોકોએ કહ્યું કે કોરોના સંક્રમણ કાળ દરમિયાન મન આટલું શાંત રહ્યું નથી. હાસ્ય કરવાથી અમે જાણે તણાવ મુક્ત થઈ ગયા હોય એવો અનુભવ થઇ રહ્યો છે.લોકોના પ્રતિસાદને જોતા અમે દર રવિવારે હાસ્ય થેરાપીનું સેશન રાખવાનું આયોજન કર્યું છે.