Patan/ પોલ પર ચઢેલા કર્મચારીને કરંટ લાગ્યો, હોસ્પિટલમાં આંખ ખુલતા નવજીવન અનુભવ્યું

હાઇડ્રોલિક ટ્રેક્ટર હોવાથી તેની મદદ લઈને યુવકને તાત્કાલીક નીચે ઉતારવામાં આવ્યો

Top Stories Gujarat

 Patan News : વીજ લાઈનની કામગીરી દરમિયાન એક શ્રમિક યુવકને વીજ કરંટ લાગ્યો હતો. સિદ્ધપુરના કાકોશી ખાતે બનેલા આ બનાવમાં કર્વીમચારી જ પોલ પર ઊંધો લટકી ગયો હતો. એક સેકન્ડ માટે યુવકને ‘યમરાજ’ના દર્શન થઈ ગયાં હતા. શોર્ટ લાગતા જ યુવક બેભાન થઈને પૂલ પર લટકી જતા તાત્કાલિક હાઇડ્રોલિક ટ્રેક્ટરની મદદથી નીચે ઉતારી સારવાર માટે લઈ જવાયો હતો. હોસ્પિટલમાં આંખ ખૂલતા જ યુવકે કહ્યું કે, ‘ભગવાને નવું જીવન આપ્યું’ છે.

સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે વીજ લાઈન રીપેરીંગની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન વિકેસ ઠાકોર નામનો શ્રમિક યુવક વીજ પોલ પર ચઢી લાઈનની કામગીરી કરી રહ્યો હતો. દરમિયાન તેનો હાથ વીજ લાઈનને અડકી જતા તેને કરંટ લાગ્યો હતો, જેથી તે વીજ પોલ પર ઊંધો લટકી ગયો હતો. જોકે, વીજ લાઈન બંધ કરીને રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું. પરંતુ કોઈ કારણોસર કરંટ લાગ્યો હતો. આ ઘટનાને પગલે અફરા તફરી મચી ગઈ હતી. આજુબાજુના લોકો તેમજ તેના સાથી કામદારો તાત્કાલિક દોડી આવ્યાં હતા.આ દરમિયાન નજીકમાં ઊભેલું હાઇડ્રોલિક ટ્રેક્ટર બોલાવી તેને નીચે ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા તેનો બચાવ થયો હતો. આ ઘટના બનતા જ લોકો ઉમટી પડ્યા હતા. રોડ નજીક જ ઘટના બનતા કેટલાય વાહન ચાલકો પણ ત્યા આવી પહોંચ્યા હતા અને આને કોઈક નીચે ઉતારો તેવી બૂમો પાડવા લાગ્યા હતા.

જેથી બાજુમાં જ હાઇડ્રોલિક ટ્રેક્ટર હોવાથી તેની મદદ લઈને યુવકને તાત્કાલીક નીચે ઉતારવામાં આવ્યો હતો. જોકે, યુવક બેભાન અવસ્થામાં હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકને બેથી ત્રણ જગ્યાએ શોર્ટ લાગ્યો હતો. જે બાદ તે વીજ પોલ પર તે ઊંધો લટકી ગયો હતો. પરંતુ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેનો બચાવ થયો હતો, જો ઉપરથી પટકાયો હોત તો કદાચ દુર્ઘટના બની હોત.આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા વિકેસ ઠાકોરે જણાવ્યું હતું કે, અમે પાંચ લોકો કાકોશી સાઈડ પર એલ ટી લાઈન પર કામ કરતા હતા. આ દરમિયાન લાઈન બંધ હતી, ત્યારે પિન બાઇનિંગ કરવા ઉપર ચડ્યો હતો.

બે લાઇન ખોલી હતી, ત્યા જ અચાનક ઝટકો લાગતા હું બે ભાન થઈ ગયો હતો. જે બાદ શુ થયું એ મને ખબર નથી. મને દવાખાને લાવ્યા અને મારી આંખ ખુલી પછી ખબર પડી હતી. ભગવાને મને નવું જીવન આપ્યું છે.ડૉ. રાજેશ ઓઝા એ જણાવ્યું હતું કે, અહીંયા સારવાર માટે લાવ્યા ત્યારે તે ગભરાઈ ગયેલો હતો, બે ત્રણ જગ્યાએ કરંટ લાગ્યો હતો. હાથમાં અને ડાભી બાજુ સાથળના ભાગે કરંટ ત્યાંથી બહાર પણ નીકળ્યો હતો. બે ત્રણ જગ્યાએ ચાદા પડ્યા હતા. ગભરાઈ ગયો હતો. તેના બધા રિપોર્સર કરાવ્યાં હતા, એ પણ સારા આવ્યા છે. અત્યારે એને સારૂ છે, એટલે આજે રજા પણ આપવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હિંડનબર્ગ રિપોર્ટના ઘટસ્ફોટ પર કોંગ્રેસે તાત્કાલિક પગલા લેવા કરી માગ

આ પણ વાંચો:અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં બે જવાન શહીદ

આ પણ વાંચો:વકફ બિલ: બહુમતી હોવા છતાં બિલને JPCને મોકલવાનું કારણ શું છે?