Ahmedabad News : અમદાવાદના સરદારનગરમાં રહેતી એક વ્યક્તિને ઈમેલ કરીને ટેક્સ સંબંધિત અનિયમિતતા હોવાનું કહીને કંપનીની ડિટેઈલ્સ જાણીને 60 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.આ અંગે અનીસકુમાર જે.સિંગે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ આરોપીઓએ અનિસકુમારની કંપનીના ઈમેઈલ આઈડી પર મેઈલ કર્યો હતો.
હિન્દી અને અંગ્રેજી ભાષામાં મોકલેલા ઈમેલમાં ભારત સરકાર, નાણા મંત્રાલય, ઈન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટ તથા ઈડીના નામનો ઉલ્લેખ કરીને કંપનીમાં ટેક્સ સંબંધિત અનિયમિતતા મળી આવેલી છે કહીને 72 કલાકમાં આ સાથે સામેલ દસ્તાવેજો આયકર વિભાગ સામે રજૂ કરવા કહ્યું હતું. ડોક્યુમેન્ટ ફાઈલ કરવા આરોપીઓએ અનિસકુમારને લીંક પણ મોકલી હતી.અનિસકુમારે વારંવાર દસ્તાવેજો ડાઉનલોડ કરવા પ્રયાસ કર્યા પણ થયા ન હતા.
બીજીતરફ આરોપીઓએ લીંકમાં વાયરસ મોકલીને કંપનીની રૂટીન પ્રક્રિયાઓ જાણી લઈને અનીસકુમારના કોમ્પ્યુટરનો એક્સેસ જાણી લીધો હતો. બાદમાં મોબાઈલ ફોન નંબરની બદલી કરીને ખોટી રીતે પ્રહલાદ રાઠી નામથી સેવ કરી કંપનીના બોસ તરીકે મેસેજ કરીને બેંક ઓફ બરોડાના ખાતામાંથી રૂ.60,00,000 ટ્રાન્સફર કરવા જણાવી અનીસકુમારની જગત એગ્રોટેક પ્રાઈવેટ લી.કંપની સાથે 60 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
આ પણ વાંચો:વડોદરામાં વિફરેલી ગાયે ઢોર શાખાના કર્મીને જ અડફટે લીધો
આ પણ વાંચો:પાટીલની જેમ નિમણૂંક બાદ જગદીશ વિશ્વકર્માનો વડોદરામાં જ પહેલો રોડ શો
આ પણ વાંચો:વડોદરાના કોટણા ગામમાં કોઝવે પર બાઇક તણાયુ, દંપતીનો બચાવ, બે પુત્રો હજી પણ ગુમ
