Gujart News: દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં અનેક સ્થળોએ ફટાકડાના વેપારીઓના પરિસરમાં GST વિભાગે દરોડા પાડ્યા છે. ફટાકડાના વેપારીઓ દ્વારા મોટા પાયે કરચોરી કરવામાં આવી હોવાની શંકાના આધારે આજે વહેલી સવારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે GST વિભાગે સાબરકાંઠાના હિંમતનગરમાં ફટાકડાના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે. GST વિભાગે હિંમતનગરમાં ગુરુમુખદાસની પેઢીઓ પર દરોડા પાડ્યા છે.
તેજપુર નજીક ફટાકડાના (Firecrackers) ગોદામોની તલાશી લેવામાં આવી રહી છે, જ્યારે GST વિભાગ ગુરુમુખદાસના ઘરની પણ તલાશી પણ લીધી હતી.કરોડોની કરચોરીની શંકાના આધારે આ મુખ્ય ફટાકડાના વેપારીની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા છે. GST અધિકારીઓ તેના ખાતાઓની તપાસ કરી રહ્યા છે. કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ થવાની આશંકા છે.બીજી તરફ, GST વિભાગે કચ્છ જિલ્લામાં ફટાકડાના વેપારીઓના પરિસરમાં દરોડા પાડ્યા છે. GST વિભાગના દરોડાએ અન્ય વેપારીઓમાં ગભરાટ ફેલાવ્યો છે.
કચ્છના ગાંધીધામમાં GST દરોડા પાડવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, ગાંધીધામમાં બે ફટાકડા કંપનીઓ પર GST દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં હરેશ રામવાણી અને ભરત રામવાણી નામની કંપનીઓનો સમાવેશ થાય છે.
થોડા સમય પહેલા સુરતની અમરોલી પોલીસે એક મોટી કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા ફટાકડાના જથ્થા સાથે એક મહિલા સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જાહેર જનતાના જીવ જોખમમાં મૂકાય તેવી રીતે રહેણાંક વિસ્તાર કોસાડ આવાસમાં કોઈ પણ ફાયર સેફ્ટી વગર ફટાકડાનો આટલો મોટો સંગ્રહ કરવામાં આવ્યો હતો.આ ફટાકડાનો જથ્થો કાપોદ્રાના એક ફટાકડાના વેપારી અનિલ પાસેથી લાવવામાં આવ્યો હતો. આ ફટાકડાના વેપારીના પણ કાપોદ્રા વિસ્તારમાં ગોડાઉન આવેલા છે તેની પણ તપાસ કરવામાં આવે તો મોટા ખુલાસાઓ થઈ શકે તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચો:જુનાગઢ: ફટાકડાના ગેરકાયદે વેચાણ પર પોલીસ ત્રાટકી
આ પણ વાંચો:અમરોલી પોલીસે પાંચ ફલેટમાંથી વિસ્ફોટક ફટાકડાનો જથ્થો કબજે કરાયો, બેની ધરપકડ
આ પણ વાંચો:લખનૌમાં એક ઘરમાં ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 3 લોકોના મોત; ઘણાની હાલત ગંભીર
