Rajkot News/ ધારાસભ્ય અને મેયર વચ્ચે તૂ તૂ મે મે થતા રાજકારણમાં ગરમાવો, કાર્નિવલના આમંત્રણમાં MLAના નામને લઈ બોલાચાલી

રાજકોટમાં ધારાસભ્ય દર્શિતા શાહ અને મેયર નયનાબેન પેઢડિયા વચ્ચે બોલાચાલી થઈ હતી

Gujarat Rajkot

Rajkot News : રાજકોટ ભાજપમાં ફરીવાર આંતરિક વિવાદ સામે આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં જ રાજકોટ ખાતેના પ્રવાસ દરમિયાન આંતરિક વિવાદને લઈને બેઠક યોજી હતી. આ સમયે બેઠકમાં શું થયું તેની કોઈ વિગતો સામે આવી નહોતી. પરંતુ હવે ફરીવાર રાજકોટ ભાજપમાં આંતરિક ડખો સામે આવ્યો છે. શહેરના મેયર અને ધારાસભ્ય વચ્ચે તૂ તૂ મે મે થતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

રાજકોટમાં ધારાસભ્ય દર્શિતા શાહ અને મેયર નયનાબેન પેઢડિયા વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે કાર્નિવલમાં ધારાસભ્યોના નામ અંગે બોલાચાલી થઈ હતી. મેયરે દાવો કરતા કહ્યું હતું કે, કાર્નિવલમાં આમંત્રણમાં ધારાસભ્ય દર્શિતા શાહે માત્ર પોતાનું નામ લખવા કહ્યું હતું. તેમણે અન્ય ધારાસભ્યોના નામ નહીં લખવા કહ્યું હતું. ધારાસભ્ય દર્શિતા શાહે મારી સાથે તૂ તારી કરીને વાત કરી હતી. રાજકોટ કાર્નિવલ આખા શહેરનો છે પણ ધારાસભ્યએ જીદ કરી હતી કે, તેમનું એકલાનું જ નામ લખવામાં આવે.

તાજેતરમાં રાજકોટ શહેરના પુનિતનગર વિસ્તારમાં મહાનગર પાલિકાના વોર્ડ ઓફિસ અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ ભાવુક થઈ ગયા હતાં.તેમણે કહ્યું હતું કે, મારી છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.મને બદનામ કરવામાં આવી રહી છે.લીલુબેન જાદવે મીનાબેન આચાર્ય સાથે મળી ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને સમય માંગ્યો હતો.

ત્યાર બાદ ભાજપના શહેર પ્રમુખે કહ્યું હતું કે, આ વિવાદને શાંત કરી દેવાયો છે.આ પહેલા સાંસદ રામ મોકરિયાને લઈને વિવાદ શરૂ થયો હતો. સોશિયલ મીડિયામાં તેમણે તાજેતરમાં જ પોસ્ટ કરતાં અનેક તર્ક વિતર્ક સામે આવ્યા હતાં. હાલાતો સે હારને વાલા મત સમજના, આજ હવા તેરી હૈ કલ તુફાન હમારા હોગા. હાથી ચલે બાઝાર કુત્તે ભોંકતે હજાર,એવું તેમણે આ પોસ્ટમાં લખ્યું હતું. તેમણે દિલ્હીથી સાંસદો સાથેના ફોટો પણ પોસ્ટ કર્યા હતાં. તેમની આ પોસ્ટ બાદ રાજકોટ ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડઃ જિલ્લામાં વરસાદી માહોલ, વાપી, સહિત જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ, અઠવાડિયા બાદ ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો, દમણ અને દાદરા નગર

આ પણ વાંચો:સાંસદ સ્વ.મોહન ડેલકરની માસિક શ્રધાંજલિ, દમણ અને દાદરા નગર હવેલીને બંધ રાખવા અપીલ, કલેક્ટરે લાગુ કરી કલમ 144

આ પણ વાંચો:કેન્દ્રશાસિત પ્રદેશ દીવ,દમણ અને દાદરા નગર હવેલી મર્જ થઈ જશે