Banaskantha News/ બનાસ ડેરીની ચૂંટણીમાં મોટુ ડેવલપમેન્ટ , સહકારી રાજકારણમાં મચ્યો ખળભળાટ

હવે જે ચૂંટણી યોજાશે તે એક માત્ર દાંતા બેઠક પર ચૂંટણી યોજાશે

Gujarat Others

Banaskantha News : બનાસ ડેરીની ચૂંટણીમાં મોટુ ડેવલપમેન્ટ આવતા સહકારી ક્ષેત્રમાં ભારે ગરમાવો આવી ગયો છે. 16માંથી 15 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. હવે માત્ર દાંતા બેઠક પર જ ચૂંટણી યોજાશે તેવું પિક્ચર આજે ક્લિયર થઇ ગયું છે.આગામી 10 ઓક્ટોબરે બનાસ ડેરીમાં જે ચૂંટણી યોજાશે તેમાં માત્ર દાંતા બેઠક પર જ ચૂંટણી યોજાશે તેવા સમાચાર હાલ મળી રહ્યા છે. સહકારી ક્ષેત્રમાં ગરમાવો આવી ગયો છે કારણ કે ડેરીની 16 બેઠકમાંથી 15 બેઠક બિનહરીફ જાહેર થઇ છે.

હવે જે ચૂંટણી યોજાશે તે એક માત્ર દાંતા બેઠક પર ચૂંટણી યોજાશે અને દાંતા બેઠક પર ત્રણ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. આજે છેલ્લા દિવસે ભાજપે 6 બેઠકના મેન્ડેટ જાહેર કર્યા હતાજે બેઠકો બિનહરીફ થઇ છે તેમાં પાલનપુર, વડગામ, દાંતીવાડા બેઠક બિનહરીફ જાહેર થઇ છે જ્યારે મેન્ડેટ બાદ ભાજપને હરીફ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે.

આજે મહત્વના ડેવલપમેન્ટમાં આ ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓના પત્તા કપાયા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીએ ફોર્મ પરત ખેંચ્યુ છે જ્યારે અણદા પટેલે કાંકરેજ બેઠક પરથી ફોર્મ પરત ખેંચ્યુ છે. 15 બેઠક બિનહરીફ થતા શંકર ચૌધરી ફરી ચેરમેન બની શકે છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Girsomnath News/ગીર સોમનાથના સૂત્રાપાડામાં એક જ રાતમાં 10 ઇંચ વરસાદ

આ પણ વાંચો: gujarat rain/ગુજરાતનાં અનેક જિલ્લાના ડેમોના દરવાજા ખોલાયા, વરસાદે ફરી ચાલુ કરી બેટિંગ………….

આ પણ વાંચો: Gir Somnath News/ગીર સોમનાથના ઉમરેઠી ગામે હીરણ ડેમ ઓવરફલો, 14 ગામોને એલર્ટ જાહેર કરાયા