જો રાત્રે તમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોવ અને અચાનક તમારા સામે ભૂત આવી જાય તો, જી હા ભૂત તમે સાચું વાંચ્યું છે આવું જ કઇંક સુરતમાં બન્યું છે. હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં રાત્રે સમયે રસ્તા પરથી પસાર થતાં લોકો યુવતીને જોઈ ગભરાઈ જાય છે. વિડીયો જોતાં લાગે છે કે આ યુવતીનાં શરીરમાં ભૂતિયા આત્મા આવી ગઈ હોય.
મળતી માહિતી અનુસાર આ વિડીયો સુરતના નામે ફરતો થયો છે. પણ તે ચોક્કસ સુરતનો છે કે નહીં તે અંગે હજુ કોઈ પુષ્ટિ થઈ નથી.
આપને જણાવી દઈએ કે સુરતના આ વાયરલ વિડીયો માં એક મહિલામાં ભૂતપ્રેત આવ્યો આવી ગયું હોય અને આ મહિલા રાત્રે અંધારાના સમયમાં રસ્તા પર ઊંધી ચાલી રહી છે. અને ચાલતા ચાલતા મહિલા ભૂત જેવો વિચિત્ર અવાજ કાઢી રહી છે. જેને કારણે જાહેર રસ્તા પર આસપાસ રહેલા લોકો પહેલા તો ડરી ગયા, અને બાદમાં ત્યાંથી ભગવા લાગ્યા હતા. આ મહિલાને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
આપને જણાવી દઈએ કે મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
