Not Set/ સુરત : સામાન્ય બોલાચાલીમાં ચપ્પુના ઘા ઝીંકી કરી યુવકની હત્યા

સુરત, સુરતમાં દિવસેને દિવસે ક્રાઇમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં હત્યા, અપહણ્ર અને રેપ જેવી ઘટના સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં જાણે કાયદાની કોઈને બીક જ રહી નથી. એક યુવકની ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી દેવામાં આવી. મળતી માહિતી અનુસાર સુરતના માન દરવાજા વિસ્તારમાં એક યુવકની સામાન્ય બોલાચાલીમાં  હત્યા […]

Gujarat Surat

સુરત,

સુરતમાં દિવસેને દિવસે ક્રાઇમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં હત્યા, અપહણ્ર અને રેપ જેવી ઘટના સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં જાણે કાયદાની કોઈને બીક જ રહી નથી. એક યુવકની ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી દેવામાં આવી.

મળતી માહિતી અનુસાર સુરતના માન દરવાજા વિસ્તારમાં એક યુવકની સામાન્ય બોલાચાલીમાં  હત્યા કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. મૃતની ઓળખ ગિરીશ રાણા નામથી થઈ છે.

ગિરીશને અજાણ્યા હત્યારાએ કરપીણ હત્યા કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં સલાબતપુરા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.