@સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ – સુરત
સુરત શહેરમાં દિવાળી બાદ કોરોનાનાં કેસોમાં સતત વધારો તગાય રહ્યો છે. સુરત શહેર અને જિલ્લા મળીને સરેરાશ 250 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. સોશ્યલ ડિસ્ટન્સ અને માસિકના નિયમોનો ભંગ કરનારને પાલિકા અને પોલોસ દંડ કારી જ રહી છે. તો બીજી બાજુ લગ્નસરા ની સિઝન શરૂ થતાં જ કોરોનાનું સંક્રમણ વધે તેની ચિંતા પણ પાલિકાને સતાવી રહી છે.
આ પણ વાંચો : જામનગરમાં કોરોનાથી એક વેપારીની આર્થિક સ્થિતિ કથળી, અંતે ઝેર ખાઈ કર્યો આપઘાત
પાલિકાએ કોવિડ 19ની તમામ ગાઈડ લાઈનનું પાલન લગ્ન મંડપમાં થઈ રહ્યું છે કે નહીં તેની કાળજી રાખવા માટે વિશેષ ટીમ પણ બનાવી છે. શહેર માં યોજાઇ રહેલા લગ્ન સમારંભમાં આવતાં તમામ લોકોના કોરોના ટેસ્ટ ફરજિયાતપણે કરવામાં આવી રહ્યા છે. વર કન્યાના પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સુરતના વિવિધ વિસ્તારોમાં ધન્વંતરિ રથને લગ્ન સ્થળે તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : કોરોનાની ગાઇડલાઇન્સને લઈ ફ્લાઈંગ સ્ક્વોડ સક્રિય, નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કરી લાલ આંખ
દિવાળી પછી કોરોના પોઝિટિવ સતત વધી રહેલા રાંદેર ઝોનમાં પણ આ તકેદારી રાખવામાં આવી રહી છે. પાલ કોમ્યુનિટી હોલની બહાર પણ લગ્નમાં ભાગ લેવા આવેલા તમામ મહેમાનો સહિત વરવધૂ ના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
લગ્ન સ્થળો પર ધન્વંતરિ રથ તૈનાત કરવામાં આવ્યા
રાંદેર ઝોનમાં વિવિધ લગ્ન સ્થળો પર કોવિડ 19 ટેસ્ટ કરવામાં આવ્યા
શ્રીજી નગરી, પાલ કોમ્યુનિટી હોલ, વીર સાવરકર હાઇટ્સ સહિત અનેક સ્થળો પર ટેસ્ટ કરાયા
190 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા
એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નહીં
લગ્નના સ્થળો પર ધન્વંતરિ રથ દ્વારા કોવિડ 19 ટેસ્ટ યથાવત રહશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
