Not Set/ ટાઈટેનિક પોઝ આપતા જોવા મળ્યા રવિ શાસ્ત્રી, સોશિયલ મીડિયા પર લોકોએ ખૂબ કર્યા ટ્રોલ

ભારતીય ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા છે. આઈસીસી દ્વારા શેર કરવામાં આવેલા ફોટાને લઇને લોકોએ શાસ્ત્રીને ખૂબ ટ્રોલ કર્યા હતા. આઇસીસીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર શાસ્ત્રીનો ફોટો શેર કર્યો અને લોકોને તેમા કેપ્શન લખવા કહ્યું. આ ફોટામાં શાસ્ત્રી પૂના ટેસ્ટનાં ચોથા દિવસે પ્રેક્ટિસ સેશન દરમિયાન બંને હાથ […]

Uncategorized

ભારતીય ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા છે. આઈસીસી દ્વારા શેર કરવામાં આવેલા ફોટાને લઇને લોકોએ શાસ્ત્રીને ખૂબ ટ્રોલ કર્યા હતા.

Image result for titanic pose ravi shastri

આઇસીસીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર શાસ્ત્રીનો ફોટો શેર કર્યો અને લોકોને તેમા કેપ્શન લખવા કહ્યું. આ ફોટામાં શાસ્ત્રી પૂના ટેસ્ટનાં ચોથા દિવસે પ્રેક્ટિસ સેશન દરમિયાન બંને હાથ ખેંચતા નજરે પડે છે. ત્યારબાદ જાણે શાસ્ત્રી માટે આફત આવી ગઇ. લોકોએ તેને જબરદસ્ત ટ્રોલ કર્યો.

https://twitter.com/tushartweets13/status/1183306712754741249

ટ્વિટર પર, શાસ્ત્રીનાં મેમ્સ ટ્રેંડ કરવાનું શરૂ કરવા લાગ્યુ. લોકોએ તેના ફોટોશોપ કરેલા ફોટા તેમાં મૂક્યા અને પછી મજાક ઉડવાની શરૂ થઇ. કેટલાક લોકોએ સીમાઓ ઓળંગીને શાસ્ત્રીની તસવીરની જગ્યાને ટાઇટેનિક મૂવીનાં હીરો સાથે બદલી નાખી છે. આ ફિલ્મમાં લિયોનાર્ડો ડી કેપ્રિઓ જેકની ભૂમિકા નિભાવી રહ્યો છે.

Image result for titanic pose ravi shastri

કેટલાક યૂઝર્સે લખ્યું, “આજે રવિવાર છે અને આજનો દિવસ દારૂ પીવાનો છે”. યૂઝર્સે શાસ્ત્રીને એક હાથમાં બિઅરની બોટલ પકડાવી દીધી અને બીજા હાથમાં તેને સ્નેક્સ લેતા બતાવવામાં આવેલ છે.

Image result for titanic pose ravi shastri

એક યુઝર્સે શાસ્ત્રીનાં ફોટાને બગાડ્યા પછી લખ્યું, “એક હાથમાં ચખના, એક હાથમાં દારૂ. આજે હું આખો દિવસ પીધા જ કરીશ.

Image result for titanic pose ravi shastri

આ ફોટો જેણે પણ બનાવ્યો છે તેણે ફિલ્મ શોલેમાં ગબ્બર અને ઠાકુરનાં સીનને એકવાર ફરી તાજા કરી દીધો છે. આ સીનમાં ઠાકુરનાં બન્ને હાથ ગબ્બરે બાંધી દીધા હતા, જેમાં યૂઝર્સે ઠાકુરનો ફોટો હટાવી શાસ્ત્રીનો ફોટો ચીપકાવી દીધો છે. આ ફોટો ખૂબ જ ફની દેખાઇ રહ્યો  છે.

https://twitter.com/ManglamArya/status/1183393358489669633

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.