રાજસ્થાનમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પહેલા કરૌલી હિંસા અને 300 વર્ષ જૂના મંદિર પર બુલડોઝરથી અશોક ગેહલોત સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે. વિપક્ષે તો ઔરંગઝેબ સાથે પણ સરખામણી કરી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ પણ 300 વર્ષ જૂના શિવ મંદિરના ધ્વંસની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે.
આપને જણાવી દઈએ કે રાજસ્થાનના અલવર જિલ્લાના સરાય મોહલ્લામાં મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. સીકરના સાંસદ સ્વામી સુમેદાનંદની અધ્યક્ષતામાં રચાયેલી ભાજપ સમિતિ ત્રણ દિવસમાં રાજગઢની મુલાકાત લેશે અને તથ્યલક્ષી અહેવાલ તૈયાર કરીને રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સતીશ પુનિયાને સોંપશે. અહેવાલ મુજબ, બીજેપી નેતા સંજય નારુકાએ કહ્યું, “કમિટીમાં ચંદ્રકાંતા મેઘવાલ, રાજેન્દ્ર સિંહ શેખાવત, બ્રજ કિશોર ઉપાધ્યાય અને ભવાની મીનાનો સમાવેશ થાય છે.”
ગુરુવારે ટ્વિટર પર આ ઘટનાનો વીડિયો શેર કરતા ભાજપના નેતા અમિત માલવિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. “કરૌલી અને જહાંગીરપુરી પર આંસુ વહાવવા અને હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવી – આ કોંગ્રેસની બિનસાંપ્રદાયિકતા છે,” તેમણે કહ્યું. અન્ય એક ટ્વીટમાં અમિત માલવિયાએ આરોપ લગાવ્યો કે, “18 એપ્રિલે કોઈ નોટિસ જારી કર્યા વિના પ્રશાસને રાજસ્થાનના રાજગઢ શહેરમાં હિન્દુઓના 85 પાકાં મકાનો અને દુકાનો પર બુલડોઝર ફેરવી દીધું.”
આ પણ વાંચો:પાટીદાર નેતા નરેશ પટેલ આજે સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત
