Modasa news/ મોડાસામાં બિલ્ડર્સ, ડૉકટર, વેપારીઓના ત્યાં ઇન્કમ ટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન

બેંકમાંથી બિનહિસાબી નાણાંકીય એન્ટ્રીઓના સગડ મળવાની આશંકા છે.

Gujarat Others

Modasa News : મોડાસામાં ઇન્કમ ટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોડાસા શહેરમાં સર્વોદય સહકારી બેંકમાં વિગતો તપાસવાની કાર્યવાહી ચાલી રહી છે. 10 જેટલા વાહનમાં આવેલા અધિકારીઓની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

મોડાસા શહેરના અગ્રણી બિલ્ડર્સ, ડૉકટર, વેપારીઓના ત્યાં દરોડા બાદ તપાસ હાથ ધરાઈ છે. બેંકમાંથી બિનહિસાબી નાણાંકીય એન્ટ્રીઓના સગડ મળવાની આશંકા છે.

અગાઉ સપ્ટેમ્બર મહિનામાં મોડાસા શહેરમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.આ કાર્યવાહી હેઠળ શહેરના 45 થી વધુ અગ્રણી બિલ્ડરો, ડોકટરો અને વેપારીઓના નિવાસ્થાનો અને વ્યવસાયિક સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ઓપરેશનની વ્યાપકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓની ટીમો 70 થી વધુ વાહનોના કાફલા સાથે મોડાસા પહોંચી હતી.

આ કાર્યવાહીને કારણે મોડાસા શહેરમાં એક પ્રકારનો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇન્કમટેક્સ વિભાગના આ અચાનક અને મોટાપાયાના સર્ચથી સ્થાનિક બિલ્ડરો, ડોકટરો અને વેપારીઓમાં ભારે ફફડાટ અને ચિંતા ફેલાઈ ગઈ હતી.. અધિકારીઓ દ્વારા તમામ દસ્તાવેજો, હિસાબ-કિતાબ, અને અન્ય નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના વટવા સ્થિત ગ્રીન કો-ઓપ પોલમાં 18 પદો માટે 37 ઉમેદવારો મેદાનમાં

આ પણ વાંચો:વટવા પોલીસે ફરાર ગુનેગારની કરી ધરપકડ, 12 જ્યોતિર્લિંગના દર્શન બાદ ગુનાખોરી છોડવાનો હતો નિર્ણય

આ પણ વાંચો:વટવા-વડોદરા મેમુના સમયમાં તારીખ 16 મે 2025 થી ટ્રેન નંબર 69102માં ફેરફાર