Parliament winter session: આજે સંસદના શિયાળુ સત્ર (Parliament winter session)નો અંતિમ દિવસ છે. 1 ડિસેમ્બરથી શરૂ થયેલું આ સત્ર કુલ 19 દિવસ ચાલ્યું, જેમાં સંસદે (Parliament)અનેક મહત્વપૂર્ણ કાયદાકીય નિર્ણયોની સાથે સાથે ભારે રાજકીય હોબાળો પણ જોયો. આ સત્ર દરમિયાન સરકાર માટે સૌથી મોટી સફળતા અને વિપક્ષ માટે સૌથી મોટો વિવાદ ‘વિકસિત ભારત-રોજગાર (Developed India-Employment) અને આજીવિકા મિશન ગેરંટી બિલ, 2025’ (Livelihood Mission Guarantee Bill, 2025) એટલે કે VB-G RAM G બિલ રહ્યું.
સરકાર તેને ગ્રામિણ ભારતને સશક્ત બનાવવાની દિશામાં ઐતિહાસિક પગલું ગણાવી રહી છે, જ્યારે વિપક્ષે તેને MGNREGAનું નામ બદલીને મહાત્મા ગાંધીના વારસાનો અપમાન ગણાવ્યો છે.
VB-G RAM G બિલ પર 14 કલાક સુધી ચર્ચા ચાલી
સંસદના શિયાળુ સત્ર (Parliament winter session)માં સૌથી વધુ ચર્ચા અને વિરોધ VB-G RAM G બિલને લઈને થયો. લોકસભામાં 17 અને 18 ડિસેમ્બરે આ બિલ પર લગભગ 14 કલાક સુધી ચર્ચા, સૂત્રોચ્ચાર અને વોકઆઉટ જોવા મળ્યા. અંતે, સરકારની બહુમતીના બળે આ બિલ બંને ગૃહોમાં પાસ થઈ ગયું.
આ બિલ હેઠળ જૂની મનરેગા યોજનાને બદલીને નવો ગ્રામીણ રોજગાર કાયદો લાવવામાં આવ્યો છે, જેમાં દર વર્ષે 125 દિવસના વેતન આધારિત રોજગારની ખાતરી આપવાનો દાવો કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે આ યોજના ‘વિકસિત ભારત’ (Developed India)ના સપનાને સાકાર કરશે, જ્યારે વિપક્ષે નામ બદલવાના મુદ્દે સરકાર પર તીવ્ર પ્રહાર કર્યા.
Met respected Shri @nitin_gadkari to raise issues concerning my constituency, Wayanad, and urged that pending works be expedited without further delay.
He was kind enough to hear my concerns and get an update from the relevant officers.
I sincerely hope these pressing issues… pic.twitter.com/UkxnXP6gxn
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 19, 2025
સત્રની શરૂઆતમાં મતદાર યાદી વિવાદ
સંસદના શિયાળુ સત્ર (Parliament winter session)ના પ્રથમ સપ્તાહમાં વિશેષ સઘન સંશોધન (SIR) અને મતદાર યાદી સુધારાને લઈને ભારે વિવાદ ઊભો થયો. વિપક્ષે આરોપ લગાવ્યો કે બૂથ લેવલ અધિકારીઓ (BLO) પર દબાણ કરી મતદાર યાદીમાં હેરફેર કરવામાં આવી રહી છે, જે લોકશાહીને ખતરો છે.
આ મુદ્દે બંને ગૃહોમાં સૂત્રોચ્ચાર, સ્થગન અને વોકઆઉટ થયા. સરકાર તેને ‘ચૂંટણી સુધારા’ કહી રહી હતી, પરંતુ આ મુદ્દે વિગતવાર ચર્ચા થઈ શકી નહીં.
દિલ્હી પ્રદૂષણ મુદ્દે ચર્ચા અધૂરી
દિલ્હી-NCRમાં વધતા વાયુ પ્રદૂષણ મુદ્દે વિપક્ષે સતત ચર્ચાની માંગ કરી હતી. AQI 500ને પાર કરી ગયો હોવાના આંકડા હોવા છતાં, ગૃહમાં આ મુદ્દે ગંભીર ચર્ચા થઈ શકી નહીં. કેટલાક સાંસદોએ માસ્ક અને ઓક્સિજન સિલિન્ડર સાથે પ્રતીકાત્મક વિરોધ કર્યો.
નિયમ 193 હેઠળ ચર્ચા થવાની હતી, પરંતુ VB-G RAM G બિલના હોબાળાને કારણે આ મુદ્દો પાછળ રહી ગયો. વિપક્ષના નેતા રાહુલ ગાંધીના પ્રયાસો છતાં, પ્રદૂષણ જેવા ગંભીર મુદ્દે સંસદમાં મૌન રહ્યું.

સંસદના શિયાળુ સત્ર (Parliament winter session)માં પાસ થયેલા અન્ય મહત્વના બિલ
આ સત્ર દરમિયાન કરવેરા અને GST સંબંધિત અનેક બિલો પસાર કરવામાં આવ્યા. તમાકુ, સિગારેટ અને પાન મસાલા પર લાગતા સેસને લઈને બે ફાઇનાન્સ બિલ મંજૂર થયા. મણિપુર GST બિલ, 2025 પણ પસાર થયું.
તે ઉપરાંત, ભારતના પરિવર્તન માટે પરમાણુ ઊર્જાનો સતત ઉપયોગ બિલ, 2025 બંને ગૃહોમાં મંજૂર થયું. સરકાર મુજબ આ બિલ ભારતને પરમાણુ ઊર્જા (Nuclear energy)માં આત્મનિર્ભર બનાવવા અને સ્વચ્છ ઊર્જા ભવિષ્ય તરફ આગળ વધવામાં મદદરૂપ થશે.
છેલ્લા દિવસે કયા બિલ પેન્ડિંગ છે?
આજે સત્રના અંતિમ દિવસે સરકાર ‘ક્લીન-અપ મોડ’ (Clean-up mode)માં છે. VB-G RAM G બિલ સંબંધિત ફોલો-અપ નિયમો, સેન્ટ્રલ એક્સાઇઝ એમેન્ડમેન્ટ બિલ (Central Excise Amendment Bill), હેલ્થ સિક્યુરિટી (Health Security) અને નેશનલ સિક્યુરિટી સેસ બિલ (National Security Cess Bill)ને મંજૂરી આપવાનો પ્રયાસ થશે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ સુધારા (National Highway Reform), વીમા કાયદા સુધારા(Insurance Law Amendments), કોર્પોરેટ કાયદા સુધારા (Corporate Law Amendments) અને ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ બિલ (Indian Higher Education Commission Bill) જેવા મોટા આર્થિક સુધારા બિલો હજુ પેન્ડિંગ છે. જો આજે વોઇસ વોટ (Voice vote)થી પસાર થાય તો સરકારને રાહત મળશે, નહીં તો બેકલોગ વધશે.
સૌથી મોટો પ્રશ્ન: સત્ર કેટલું ફળદાયી રહ્યું?
અહેવાલ મુજબ, આ સત્રમાં 13થી 15 બિલ પસાર થવાની અપેક્ષા હતી, પરંતુ માત્ર અડધા બિલો જ મંજૂર થયા. સરકાર પાસે બહુમતી હોવા છતાં, વિપક્ષનો અવાજ મજબૂત રહ્યો અને અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવામાં આવી.
એક મહત્વનો સવાલ એ છે કે સંસદ ચલાવવાનો ખર્ચ અત્યંત વધારે છે. એક સમયે લોકસભા ચલાવવા પ્રતિ મિનિટ 2.5 લાખ રૂપિયા અને રાજ્યસભા માટે 1.25 લાખ રૂપિયા ખર્ચાતા હતા. આજે આ રકમ ચોક્કસ વધેલી છે. પરંતુ શું આપણા માનનીય પ્રતિનિધિઓ આ કિંમતી સમય અને જનતાના પૈસાનો સંપૂર્ણ ઉપયોગ કરી રહ્યા છે?
આ શિયાળુ સત્રે કાયદાકીય સિદ્ધિઓ સાથે લોકશાહીના અનેક પ્રશ્નો પણ છોડી ગયા છે.
આ પણ વાંચો:આજથી સંસદનું શિયાળુ સત્રઃ અદાણી મુદ્દે હોબાળો શક્ય, યાદીમાં વકફ સહિત 16 બિલ
આ પણ વાંચો:25 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં શું છે ખાસ, સરકારે શું કરી તૈયારીઓ?
આ પણ વાંચો:સંસદનું શિયાળુ સત્ર ખૂબ જ ઘોંઘાટવાળું રહ્યું, જાણો લોકસભા અને રાજ્યસભામાં કેટલું કામ થયું

