Not Set/ video: મેઘરાજાની વહેલી પરોઢે કડાકા ભડાકા સાથે એન્ટ્રી, ક્યાંક થઇ વીજળી ગુલ, ક્યાંક પ્રિ-મોન્સુન પ્લાનની ખુલી પોલ

અમદાવાદ સહિત ગુજરાતના નવસારી,ગોંડલ,મોરબી, અરવલ્લી, બોટાદ સહિતના જિલ્લામાં વહેલી પરોઢે કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. અમદાવાદના હાટકેશ્વરમાં ધમાકેદાર વરસાદ વરસ્યો. ત્યારે પ્રથમ વરસાદથી જ ઠેર ઠેર પાણી ભરાઇ ગયું હતુ. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોએ રાહતનો શ્વાસ લીધો. નવસારીની વાત કરીએ તો નવસારીમાં જિલ્લામાં વરસાદ શરૂ થઇ ગયો છે. ત્યારે […]

Top Stories Gujarat Trending Videos

અમદાવાદ સહિત ગુજરાતના નવસારી,ગોંડલ,મોરબી, અરવલ્લી, બોટાદ સહિતના જિલ્લામાં વહેલી પરોઢે કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે.

અમદાવાદના હાટકેશ્વરમાં ધમાકેદાર વરસાદ વરસ્યો. ત્યારે પ્રથમ વરસાદથી જ ઠેર ઠેર પાણી ભરાઇ ગયું હતુ. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

લોકોએ રાહતનો શ્વાસ લીધો. નવસારીની વાત કરીએ તો નવસારીમાં જિલ્લામાં વરસાદ શરૂ થઇ ગયો છે. ત્યારે વહેલી સવારથી કાળા વાદળો ઘેરાયા હતા.

પવન સાથે વરસાદ શરૂ થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી. મોરબી સહિત ગોંડલ તાલુકાના દેરડીમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. તાલુકાના મોવિયા સહિતના ઘણાં વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો.

મેઘરાજા ગોંડલ સહિત મોરબીમાં પણ પધાર્યા. વરસાદના કારણે અમુક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. પવન સાથે વરસાદ શરૂ થતાં લોકોને ગરમીથી રાહત મળી.

મોરબી સહિત અરવલ્લીના મેઘરજ પંથકમાં પણ વર્ષાનું આગમન થયું. ત્યારે બોટાદમાં પણ મેઘરાજા વરસ્યા.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી ભારે તોફાન સાથે અનરાધાર વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં ભારે કડાકા- ભડાકા સાથે વરસાદ પડતા પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં ઠેર- ઠેર પાણી ભરાઈ ગયા હતા.