કાલીચરણ મહારાજને વાંધાજનક ભાષણ આપવા મામલે પુણેની કોર્ટમાંથી જામીન મળ્યા છે. પુણેની એક કોર્ટે કાલીચરણ મહારાજને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. કાલીચરણ મહારાજને અગાઉ મહાત્મા ગાંધી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ રાયપુરમાં ધરપકડ કરવામાં આવી હતી અને તે જામીન પર બહાર આવ્યા હતા. પરંતુ પુણેની અદાલતે તેમને નવા કેસમાં પોલીસ રિમાન્ડ પર મોકલ્યા હતા,સોમવારે મહારાષ્ટ્ર પોલીસે રાયપુર કોર્ટમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે અરજી કરી હતી, પરંતુ પોલીસની આ માંગને ફગાવી દેવામાં આવી હતી. આ પછી પોલીસે મંગળવારે ફરી કોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી અને આરોપીને જામીન આપ્યા હતા
હિંદુ ધાર્મિક ગુરુ કાલીચરણ ઉર્ફે અભિજીત ધનંજય સારંગે 26 ડિસેમ્બરે રાયપુરમાં ધર્મ સંસદના છેલ્લા દિવસે મહાત્મા ગાંધી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને તેમના હત્યારા નાથુરામ ગોડસેને નમન કર્યા હતા. આ અંગે મહારાષ્ટ્રમાં કાલીચરણ વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો હતો.
