Not Set/ આગામી ચાર દિવસ સુધી મેઘરાજા પધારે તેવી સંભાવના,મેઘરાજા રમી રહ્યા છે આંખ મિચોલી

અમદાવાદ રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી વરસાદ આંખ મિચોલી રમી રહ્યો છે. ત્યારે રાજ્યમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ સપ્તાહથી વરસાદ પડી રહ્યો નથી. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં […]

Top Stories Gujarat Trending

અમદાવાદ

રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી વરસાદ આંખ મિચોલી રમી રહ્યો છે. ત્યારે રાજ્યમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ સપ્તાહથી વરસાદ પડી રહ્યો નથી. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં અપર એર સાયકલોનિક સરકયુલેશન સર્જાયુ હોવાથી વરસાદની શકયતા જોવામાં આવી રહી છે.

અપર એર સરકયુલેશન લો પ્રેશરમાં પરિવર્તિત થઈને આગળ વધી રહ્યુ છે. બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશમાં થઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે રાજ્યના કેટલાંક વિસ્તારમાં વાદળો ચોક્કસ ઘેરાયેલા હતા પરંતુ વરસાદ ન વરસતા લોકો બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.

ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે સમગ્ર રાજ્યમાં વરસાદ પડશે અને ખાસ કરી ને સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની સગાહી કરવામાં આવે છે. ત્યારે હવે આ આગાહી કેટલી સાચી પડે છે તે જોવું રહ્યું.