વડોદરા/ આવી સાવિત્રી ના જોઈએ, વિધર્મી પતિના કહેવાથી પત્નીએ માર્યા 500 બ્લેડના ઘા

સેલ્વિન પાઉલ પરમારે પોતે 250 કરોડની સંપત્તિનો માલિક હોવાનું જણાવી યુવતીને ફસાવી હતી. જે બાદ યુવતી સાથે કોર્ટ મેરેજ કરીને યુવતીને ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. જેથી પીડિત યુવતીએ પોતાના શરીર પર 500થી વધુ બ્લેડના કાપા માર્યા હતા.

Gujarat Vadodara
બ્લેડના ઘા

વડોદરામાંથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં બિલ્ડરની દીકરી સાથે યુવકે જે કર્યું એવું કોઈની સાથે ન થવું જોઈએ. 10મા ફેલ યુવકે સેલ્વિન પાઉલ પરમારે એમ.એસ યુનિવર્સિટીમાં એલએલબીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને એ હદે બ્લેકમેઇલ કરી કે, તે ડિપ્રેશનનો શિકાર બની ગઇ હતી. યુવકે યુવતીને વર્ષ 2019માં ફસાવી હતી. તેણે અંગત પળોનો વીડિયો બનાવીને યુવતીને શરીર પર 500 બ્લેડના ઘા મારવા મજબૂર કરી હતી.

આપને જણાવીએ કે, સેલ્વિન પાઉલ પરમારે પોતે 250 કરોડની સંપત્તિનો માલિક હોવાનું જણાવી યુવતીને ફસાવી હતી. જે બાદ યુવતી સાથે કોર્ટ મેરેજ કરીને યુવતીને ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. જેથી પીડિત યુવતીએ પોતાના શરીર પર 500 બ્લેડના ઘા માર્યા હતા. આ સમગ્ર મામલે યુવતીના પિતાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

યુવતીના પિતાએ મનોચિકિત્સકની મદદથી યુવતીને ડિપ્રેસનથી બહાર કાઢી. યુવતીના પિતાએ યુવતીને અમેરિકા મોકલી દિધી છે. બન્યુ એમ હતું કે, વડોદરાના છાણી કેનાલ પાસેની એક સોસાયટીમાં રહેતો સેલ્વિન પાઉલ પરમાર ધોરણ 10 મું  ભણેલો હતો. પીડિતા યુવતી  2019માં MS યુનિવર્સિટીમાં થર્ડ LLBમાં ભણતી હતી. ત્યારે 10મું ફેલ સેલ્વિન પાઉલ પરમારે તેને પ્રેમજાળમાં ફસાવી.

સેલ્વિનને કપડાં અને ચપ્પલ પહેરવાનાં પણ ઠેકાણાં નહોતાં,. તેમનુ પ્રેમ પ્રકરણ બે વર્ષ રહ્યુ હતું. જેમાં તેણે યુવતીની અંગત પળોની તસવીરો અને વીડિયો પણ ઉતારી લીધા હતા. આ બાદ તેણે યુવતીને ભગાડીને તેની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ સેલ્વિનનો યુવતી પર ત્રાસ શરૂ થયો હતો.

એસીપી પરેશ ભેસાણિયાના જણાવ્યા અનુસાર લગ્ન માટે દબાણ કરતા વિધર્મી યુવકે બાદમાં યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. તેણે બંને વચ્ચેના અંગત પળોના વીડિયો બતાવીને તેને ધમકી આપી હતી. જેથી આઘાતમાં સરેલી પડેલી પીડિત યુવતીએ યુવકના ત્રાસથી છુટકારો મેળવવા પોતે જ પોતાના શરીર પર બ્લેડના ઘા માર્યા હતા. યુવતીએ અંગત પળની વીડિયો ક્લીપ યુવકને ભરોસો રાખીને આપી હતી.

યુવકે વીડિયો ક્લિપનો દૂરુપયોગ કર્યો હતો અને યુવતીને બ્લેકમેઇલિંગ કરવા લાગ્યો હતો અને પિશાચી આનંદ મેળવવા બ્લેડના ઘા મારી ફોટા મૂકવાની ધમકી આપવા લાગ્યો હતો.આખરે યુવતીને વીડિયો ક્લીપ વાઇરલ કરવાની ધમકી દબાણ કરીને પીડીતાને ફોસલાવી હતી અને તેને આણંદ ભગાડી લઈ ગયો હતો. જ્યાં બંનેએ ચર્ચમાં લગ્ન કર્યા હતા.

દીકરીની આવી હાલત જોઇ ન શકતાં તેના પિતાએ ઓગસ્ટ 2021માં પોલીસની SHE ટીમનો સંપર્ક કર્યો હતો, જેથી તેમના ઘરે છાણી પોલીસ સ્ટેશનથી SHE ટીમ આવી હતી. જેમાં એક નોયલ સોલંકી નામનો પોલીસકર્મી પણ હતો. પરિવારની આપવીતી જાણીને નોયલ વારંવાર દૂર જઈને સેલ્વિનને કોલ પર વાત કર્યા કરતો હતો.

સેલ્વિન સાથે ફોન પર વાત કરીને પરત ફરેલા નોયલે યુવતીના પિતા પાસે ઈશારાથી 5000 રૂપિયાની લાંચની માંગ કરી હતી. યુવતીના પિતા તે ઈશારો અને નોયલની મંશા સમજી જતાં પોલીસ જીપની પાસે જઇ તેને પૈસા આપ્યા જ્યાં તેણે રૂપિયા ગાડીમાં મૂકવા ઇશારો કર્યો એટલે તેમણે રૂપિયા ગાડીની સીટ પર મૂક્યા હતા. ગાડીમાં આ રૂપિયા મૂક્યા એના CCTV પણ તેમણે પોતાની પાસે સાચવી રાખ્યા હતા.

નોયલ અને સેલ્વિન એક જ ધર્મના હોવાથી અમને તેની કામગીરી પર શંકા ઉપજતા એ અંગે તેની વિરુદ્ધ સપ્ટેમ્બર 2021માં છાણી પોલીસ સ્ટેશનમાં યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. આ સાથે યુવતીના પિતાએ આ વિષયમાં ન્યાય માટે PMO સુધી અરજીઓ કરી હતી.

આ પણ વાંચો:જુનાગઢ શહેરમાં સર્જાયા ગામડાનાં ઉકરડા જેવા દ્રશ્યો : વરસાદી પાણી અને ખાડાથી પ્રજા પરેશાન

આ પણ વાંચો:ગુજરાતના ગીર-સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં મૂશળધાર વરસાદ,આ તાલુકામાં આભ ફાટયું,જાણો

આ પણ વાંચો: ગઢડાનાં ઢસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વરસાદી પાણી ભરાયા : તંત્ર પાણીમાં છબછબીયા કરે