Sugar Sector/ ખરાબ વાતાવરણે બાજી બગાડી, દક્ષિણ ગુજરાતમાં સુગર સેક્ટરને લાગશે ફટકો

ખરાબ વાતાવરણે બાજી બગાડતા આ વખતે દક્ષિણ ગુજરાતમાં ખાંડ ઉદ્યોગોને આ વખતે મોટો ફટકો લાગી શકે છે. શેરડીની આ સીઝનમાં દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં શેરડીનું ઉત્પાદન ઓછું થયું છે. કમોસમી વરસાદ અને ક્લાઇમેટ ચેન્જની સાથે વિષમ આબોહવાના લીધે શેરડીનું ઉત્પાદન ઓછું થયું છે.

Top Stories Gujarat
Beginners guide to 10 2 ખરાબ વાતાવરણે બાજી બગાડી, દક્ષિણ ગુજરાતમાં સુગર સેક્ટરને લાગશે ફટકો

સુરતઃ ખરાબ વાતાવરણે બાજી બગાડતા આ વખતે દક્ષિણ ગુજરાતમાં ખાંડ ઉદ્યોગોને આ વખતે મોટો ફટકો લાગી શકે છે. શેરડીની આ સીઝનમાં દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં શેરડીનું ઉત્પાદન ઓછું થયું છે. કમોસમી વરસાદ અને ક્લાઇમેટ ચેન્જની સાથે વિષમ આબોહવાના લીધે શેરડીનું ઉત્પાદન ઓછું થયું છે.

ગયા વર્ષે શેરડીની સીઝનમાં સારો વરસાદ પડવાના લીધે શેરડીનું ઉત્પાદન વધારે થયું હતું. સુથ ગુજરાતમાં ગયા વર્ષે મોટા પ્રમાણમાં શેરડીનું પીલાણ થયું હતું. ગયા વર્ષે કુલ 85 લાખથી વધુ મેટ્રિક ટન શેરડીનું પીલાણ થયું હતું. આ વર્ષે ખેતીમાં શેરડીનું ઉત્પાદન પણ ઓછું થયું છે અને તેની સાથે ઉગાડેલી શેરડીની તુલનામાં પાક પણ ઓછો થયો છે. તેના લીધે ફક્ત ખાંડ ઉદ્યોગને જ નહીં શેરડી પકવતા ખેડૂતોને પણ નુકસાન જાય તેવી સંભાવના છે.

શેરડીના પાકમાં પાણીની આમ પણ વધુ જરૂર પડતી હોય છે. આ સંજોગોમાં જો વરસાદ ન પડે અથવા તો ઓછો પડે તો શેરડીનો પાક લેવો મુશ્કેલ થઈ જાય છે. તેથી સારો વરસાદ પડવાનો હોય તો જ શેરડીનો પાક સરખો લઈ શકાય છે. પણ આ વખતની સીઝનમાં અપેક્ષા મુજબનો વરસાદ રહ્યો ન હોવાથી શેરડીનો પાક પણ અપેક્ષા મુજબનો લઈ શકાયો નથી. તેના કારણે શેરડીના ઉત્પાદનમાં અને પછી ખાંડના ઉત્પાદન પર અસર પડી શકે છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ