Not Set/ એલોન મસ્ક જો આટલુ કરશે તો બની જશે અમેરિકન History ની સૌથી મોટી ઘટના

વિશ્વનાં સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાનાં CEO એલોન મસ્ક સતત હેડલાઈન્સમાં બની રહે છે. આ વખતે તે ટેક્સ ભરવાને કારણે ચર્ચામાં છે. એલોન મસ્કે ટ્વિટર પર કહ્યું છે કે, તેઓ આ વર્ષે લગભગ 85 હજાર કરોડ રૂપિયા ટેક્સ ચૂકવશે.

Top Stories World
Elon Musk

વિશ્વનાં સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાનાં CEO એલોન મસ્ક સતત હેડલાઈન્સમાં બની રહે છે. આ વખતે તે ટેક્સ ભરવાને કારણે ચર્ચામાં છે. એલોન મસ્કે ટ્વિટર પર કહ્યું છે કે, તેઓ આ વર્ષે લગભગ $11 બિલિયન (લગભગ 85 હજાર કરોડ રૂપિયા) ટેક્સ ચૂકવશે. જો આવું થશે તો અમેરિકાનાં ઈતિહાસમાં પહેલીવાર એવું બનશે કે કોઈ વ્યક્તિ ટેક્સ સ્વરૂપે આટલી મોટી રકમ ચૂકવશે.

આ પણ વાંચો – રીલ બનાવી સર્જ્યો રેકોર્ડ ! / મિત્રએ કહ્યું હતું કે, ક્યાંય ખોવાઈ જઈશ અને આજે રીલ દ્વારા લોકોના દિલોમાં અને કાનોમાં મારો અવાજ ગુંજી રહ્યો છે

આવનારા વર્ષોમાં $1,000 બિલિયનથી વધુની નેટવર્થ ધરાવતા વિશ્વનાં સૌથી ધનિક ઉદ્યોગપતિ આ વર્ષે $11 બિલિયન ટેક્સ ચૂકવીને અમેરિકન ઈતિહાસમાં આશ્ચર્યજનક રેકોર્ડ બનાવશે. એલોન મસ્ક અમેરિકાનાં ઈતિહાસનાં પહેલા બિઝનેસમેન બનવા જઈ રહ્યા છે, જે 11 બિલિયન ડોલર એટલે કે 85 હજાર કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવશે. જ્યારે એલોન મસ્કે તેના ટ્વિટર એકાઉન્ટ પર આની જાહેરાત કરી ત્યારે તેણે યુએસ સેનેટર સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાનાં CEO એલોન મસ્કે તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી દાવો કર્યો છે કે, તેઓ આ વર્ષે $11 બિલિયનનો ઈન્કમ ટેક્સ ચૂકવશે. વળી, અમેરિકન ન્યૂઝ ચેનલ CNN નાં અહેવાલ અનુસાર, એલોન મસ્કનો દાવો સાચો છે કારણ કે, તેણે તેના તાજેતરનાં સ્ટોક ટ્રેડ વિશે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનમાં ફાઇલ કરેલા રિપોર્ટ અનુસાર, તેણે $ 11 બિલિયન ટેક્સ ચૂકવવો પડશે. એલોન મસ્કે રવિવારે એક ટ્વીટમાં ખુલાસો કર્યો છે કે, તેમને કુલ 11 અબજ ડોલરનું ટેક્સ બિલ મળ્યું છે. તેણે ટ્વિટર પર લખ્યું કે, “વિચારતા લોકો માટે… હું આ વર્ષે $11 બિલિયન ટેક્સ ચૂકવવાનો છું”.

આ પણ વાંચો – વિવાદ / ઐશ્વર્યા રાયની ED દ્વારા કરવામાં આવી પૂછપરછ, તો  સાસુ જયા બચ્ચને મોદી સરકારની સરખામણી અંગ્રેજો સાથે  

આપને જણાવી દઇએ કે, એલોન મસ્કે સેનેટર એલિઝાબેથ વોરેનનાં ટ્વિટર પર ચર્ચા બાદ ટેક્સ ચુકાવવા અને ટેક્સ ભરવાની રકમની જાહેરાત કરી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, સેનેટર એલિઝાબેથ વોરેને એક ટ્વીટમાં કહ્યું હતું કે ટાઇમ મેગેઝિને તેને ‘પર્સન ઓફ ધ યર’ જાહેર કર્યો ત્યારથી એલોન મસ્કે ટેક્સ ચૂકવવો જોઈએ અને તમામ ફ્રીલોડિંગ બંધ કરવું જોઈએ. નેટર એલિઝાબેથ વોરેનનાં આ ટ્વીટ પછી, તેમને એલોન મસ્ક તરફથી યોગ્ય જવાબ આપવામાં આવ્યો અને તેણે ટ્વીટમાં લખ્યું કે, ‘વિચારતા લોકો માટે, તેમના માટે હું આ વર્ષે $11 બિલિયન ટેક્સ ચૂકવવાનો છું.’