IPL Auction/ સચિનનો દીકરો અર્જુન તેંડુલકર 30 લાખમાં વેચાયો, જાણો કોણે ખરીદ્યો ?

ગત સિઝનમાં બધાની નજર અર્જુન પર હતી, પરંતુ તે સિઝનની IPLમાં તે એક પણ મેચ રમી શક્યો નહોતો. આટલું જ નહીં, ઈજાના કારણે તેને આઈપીએલ 2021 દરમિયાન ટીમમાંથી પણ બહાર રહેવું પડ્યું હતું.

Top Stories Sports
robo 2 12 સચિનનો દીકરો અર્જુન તેંડુલકર 30 લાખમાં વેચાયો, જાણો કોણે ખરીદ્યો ?

IPL ઓક્શનના બીજા દિવસે ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો હતો. મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને પણ હરાજીમાં ખરીદનાર મળ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે આ લોકલ બોયને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. ગુજરાત ટાઇટન્સે પણ અર્જુનને 20 લાખની બેઝ પ્રાઈઝમાં ખરીદવાની બોલી લગાવી હતી, પરંતુ દાવ મુંબઈ ઈન્ડિયન્સના નામે રહ્યો હતો.

ગયા વર્ષે પણ અર્જુન તેંડુલકરની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. ત્યારપછી મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ આ જ કિંમતે આ ક્રિકેટરને પોતાની સાથે ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ આ વખતે મુંબઈને 10 લાખ વધુ ખર્ચવા પડ્યા.

ગત સિઝનમાં બધાની નજર અર્જુન પર હતી, પરંતુ તે સિઝનની IPLમાં તે એક પણ મેચ રમી શક્યો નહોતો. આટલું જ નહીં, ઈજાના કારણે તેને આઈપીએલ 2021 દરમિયાન ટીમમાંથી પણ બહાર રહેવું પડ્યું હતું. 22 વર્ષીય અર્જુને ગયા વર્ષે મુશ્તાક અલી ટૂર્નામેન્ટ દ્વારા T20 ડેબ્યૂ કર્યું હતું. તે દરમિયાન અર્જુન બે મેચમાં એટલી જ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

 

અર્જુન તેંડુલકરના પિતા સચિન તેંડુલકરનો મુંબઈ ઈન્ડિયન્સ સાથે ખાસ સંબંધ છે. સચિન તેંડુલકર 2008-13 દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સનો મહત્વનો સભ્ય હતો. તેંડુલકરે મુંબઈ ઈન્ડિયન્સ માટે 78 આઈપીએલ મેચોમાં 2334 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકર કેપ્ટન તરીકે ઓરેન્જ કેપ મેળવનાર પ્રથમ ખેલાડી હતો. તેણે 2010 IPLમાં આ કારનામું કર્યું હતું.

IPLની હરાજી પહેલા મુંબઈ ઈન્ડિયન્સે ભારતીય ખેલાડીઓમાં રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને સૂર્યકુમારને જાળવી રાખ્યા હતા. તે જ સમયે કેરેબિયન ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ વિદેશી ખેલાડી તરીકે ટીમ સાથે રહ્યો.

વિદેશ જવાની ઘેલછા / ગાંધીનગર પોલીસની મોટી કાર્યવાહી, બંધક બનાવેલા 15 લોકોને છોડાવ્યા, વિદેશ મોકલવાની લાલચે બન્યા હતા છેતરપીંડીનો ભોગ

world radio day / PM મોદીએ આપ્યાં અભિનંદન, કહ્યું- રેડિયોના કારણે ‘મન કી બાત’ને મળી સકારાત્મક ઓળખ

World / United Nationsના પાંચ કર્મચારીઓનું અલ-કાયદાએ કર્યું અપહરણ

મહીસાગર / લૂંટેરી દુલ્હન…!, યુવતીના પિતાને લગ્નમાં નાણાંની જરૂર છે અને ઘડિયા લગ્ન લેવા છે

Ayurveda / કેન્યાના પૂર્વ PMએ કેરળમાં તેમની પુત્રીની સારવાર કરાવ્યા બાદ લીધો મોટો નિર્ણય