ગુજરાત રાજ્યમાં લોકોને વિદેશ જવાનું વળગણ લાગ્યું છે. લોકો ગમે તે ભોગે પણ વિદેશ જવા મથી રહ્યા છે. હજુ કડીના પરિવારના મોતની સ્યાહી સુકાઇ નથી ત્યાં ફરી એકવાર ગાંધીનગર ખાતેથી વિદેશ જવાની લાલચે છેતરપિંડીનો ભોગ બનેલા અને અમાનુષી ત્રાસ ભોગવી રહેલા 15 લોકોને ગાંધીનાગર પોલીસે રેસક્યું કરી છોડાવ્યા છે.
ગાંધીનગરમાં વિદેશ મોકલવાની લાલચે એક મોટા ગુનાખોરી ને અંજામ આપ્યો છે. વિદેશ મોક્લવાના બહાના હેઠળ કેટલાક લોકોએ ગુજરાતી પરિવાર પાસેથી પૈસા પડાવી અને તેમણે બંધક બનાવી દિલ્હી અને કોલકતા છુપાવી ને રાખ્યા હતા. ગાંધીનગર રેન્જ IG અને SP (અભય ચુડાસમા અને મયુર ચુડાસમા)ની કાર્યવાહી બાદ આ લોકોનો છૂટકારો થયો છે. CMના માર્ગદર્શન બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓએ વિદેશ મોકલવાની લાલચે છેલ્લા 2 મહિનાથી નિર્દોષ લોકોને બંધક બનાવ્યા હતા.
અમદાવાદના એજન્ટ રાજેશ પટેલ સહિત 4 આરોપીએ 15 નિર્દોષ લોકોને વિદેશ મોક્લ્વના નામે દિલ્હી અને કલકત્તા મોકલી આપ્યા હતા. અને ત્યાં તેમણે બંધક બનાવવામાં આવ્યા હતા. અને ગોંધી રાખ્યા હતા. છેતરપિંડી કેસમાં રાજેશ પટેલ ઉપરાંત સુશીલ રોય, સંતોષ રોય અને કમલ સિંઘાનિયા નામના શખ્સોની પણ સંડોવણી સામે આવી છે. પરિવારને ખોટું કહી 2.35 કરોડ જેટલી લીધી ખંડણી હતી. અને ગોંધી રાખેલા લોકો પર અમાનવીય ત્રાસ ગુજારાયો હતો. વધુ રૂપિયા પડાવવા માટે આ લોકોને ગોંધી રાખ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ બંધકોને છોડાવવા માટે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની મદદ લેવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, એજન્ટ રાજેશ પટેલ લોકોને કોલકત્તા અને દિલ્લી મોકલતો હતો. જ્યાં સુશીલ રોય, સંતોષ રોય અને કમલ સિંધનિયા નામના આરોપી લોકોને બંધક બનાવતા અને અમાનુષી અત્યાચાર ગુજરાતા હતા. દાવો છે કે, બંધક બનાવેલા લોકો પર અમાનવિય ત્રાસ ગુજારાતો હતો. બંધક બનાવાયેલા લોકો પાસેથી કેનેડા પહોંચી ગયા હોવાનું ખોટું નિવેદન લેવડાવાયું હતું. હાલ પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
world radio day / PM મોદીએ આપ્યાં અભિનંદન, કહ્યું- રેડિયોના કારણે ‘મન કી બાત’ને મળી સકારાત્મક ઓળખ
World / United Nationsના પાંચ કર્મચારીઓનું અલ-કાયદાએ કર્યું અપહરણ
મહીસાગર / લૂંટેરી દુલ્હન…!, યુવતીના પિતાને લગ્નમાં નાણાંની જરૂર છે અને ઘડિયા લગ્ન લેવા છે
Ayurveda / કેન્યાના પૂર્વ PMએ કેરળમાં તેમની પુત્રીની સારવાર કરાવ્યા બાદ લીધો મોટો નિર્ણય
