Houthi rebels attack/ અમેરિકા-બ્રિટનના યમનમાં 16 ઠેકાણે હુમલા

અમેરિકા અને બ્રિટનની સેનાએ ગુરૂવારે યમનમાં હુતી વિદ્રોહીઓના અંકુશ ધરાવતા ઠેકાણાઓ પર હુમલો કરી દીધો છે. બીબીસીએ અમેરિકા એરફોર્સને ટાંકીને જણાવ્યું છે કે 16 ઠેકાણા પરના 60 ટાર્ગેટ ઉપર આ હુમલા કરવામાં આવ્યા છે.

Top Stories World
YouTube Thumbnail 2024 01 12T125522.002 અમેરિકા-બ્રિટનના યમનમાં 16 ઠેકાણે હુમલા

@નિકુંજ પટેલ

અમેરિકા અને બ્રિટનની સેનાએ ગુરૂવારે યમનમાં હુતી વિદ્રોહીઓના અંકુશ ધરાવતા ઠેકાણાઓ પર હુમલો કરી દીધો છે.16 ઠેકાણા પરના 60 ટાર્ગેટ ઉપર આ હુમલા કરવામાં આવ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને આ હુમલાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ હુતીઓ વિરૂધ્ધ કાર્યવાહી શરૂ થઈ હતી. બાઈડને કહ્યું હતું કે યમનમાં હુતી વિદ્રોહીઓ વિરૂધ્ધ આ કાર્યવાહી હાલના દિવસોમાં રાતા સમુદ્રમાં જહાજો પર થયેલા હુમલાનો બદલો છે. જોકે હુતીઓએ અમેરિકાના હુમલા બાદ કહ્યું છે કે રાતા સમુદ્દમાં તેઓ હુમલા ચાલુ રાખશે.

2016 બાદ યમનમાં હુતીઓ દ્વારા કરવામાં આવેલો આ પહેલો હુમલો છે. ન્યુઝ એજન્સી રોયટર્સ અનુસાર યમનમાં કરવામાં આવી રહેલા હુમલામાં અમેરિકા અને બ્રિટનની સેના સાથે ઓસ્ટ્રેલિયા, બહેરીન, કેનેડા અને નેધરલેન્ડ સામેલ છે. હુમલા યમનની રાજધાની સના, સદા અને ધમાર શહેરો સાથે સાથે હોદેઈદાહ પ્રાંતમાં કરાયા છે.

બીજીતરફ હુતી વિદ્રોહીઓએ હુમલા થયા હોવાની વાતને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું છે કે હુમલાખોરોને તેની કિંમત ચુકવવી પડશે. યમનમાં આ હુમલા વિમાનો, જહાજો અને સબમરીન મારફતે કરવામાં આવી રહ્યા છે. જેનાથી ગૃહયુધ્ધમાં ફસાયેલું યમન ફરી એકવાર યુધ્ધની ઝપેટે ચડી ગયું છે.
જોકે ઈઝરાયલ હમાસ યુધ્ધને પગલે હુતીઓએ ગાઝાનું સમર્થન કરવા માટે રાતા સમુદ્રમાં જહાજો પર હુમલા શરૂ કરી દીધા છે. હુતીઓ રાતા સમુદ્રમાં શિપીંગ માર્ગોને નિશાન બનાવી રહ્યા છે.

અમેરિતાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે હુમલાને લઈને રાતા સમુદ્રમાંથી પસાર થતા બે હજાર જહાજોને પોતાનો રસ્તો બદલવો પડ્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે આપણા લોકો અને શિપીંગ રૂટને બચાવવા માટે હું કડક આદેશો આપવામાં પાછળ નહી હટું.
આ સમુદ્ર રસ્તાથી દુનિયાના શિપીંગ ટ્રાફિકની 15 ટકા અવરજવર થાય છે. હુતીઓના હુમલાથી યુરોપ અને એશિયાની વચ્ચેના મુખ્યમાર્ગ પર આંતરરાષ્ટ્રીય વેપારને સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.

સાઉદી અરેબિયાએ અમેરિકા અને બ્રિટનના હુમલાથી ઈઝરાયલ-હમાસ યુધ્ધ પુરા મિડલ ઈસ્ટમાં ફેલાવાનો ખતરો હોવાનું કહ્યું છે. સાઉદી વિદેશ મંત્રાલયે અપીલ કરી છે કે કોઈપણ એવી કાર્યવાહી કરવામાં ન આવે જેનાથી મામલો આગળ વધે. જ્યારે રશિયાએ અમેરિકા બ્રિટનના હુમલાને ગેરકાનૂની જણાવ્યો છે. રશિયાએ સંયુક્ત રાષ્ટ્ સંઘની સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં ઈમરજન્સી બેઠક બોલાવવાની માંગણી કરી છે.

12 ડિસેમ્બર 2023ની સાંજે કોમર્શિયલ જહાજ એમવી ચેમ પ્લુટો સાઉદી અરેબિયાના જુબૈલ બંદરેથી મેંગલોર જઈ રહ્યું હતું. અરબી સમુદ્રમાં આ જહાજ પર હુમલો થયો હતો. તે સમયે આ જહાજ ગુજરાતના પોરબંદરથી 216 નોટીકલ માઈલ દૂર એટલેકે 390 કિલોમીટર દૂર હતું. આ કેમિકલ ટેન્કર જહાજ હતું અને તેમાં 21 ભારતીય અને એક વિયેતનામનો નાગરિક સવાર હતા. હુમલાની જાણ થયા બાદ ભારતીય સીમા સુરક્ષા જહાજ આઈસીજીએસ વિક્રમની સુરક્ષમાં આ જહાજ મુંબઈ પહોંચ્યું હતું.

તેના થોડા સમય પહેલા રાતા સમુદ્રમાં એમવી સાંઈબાબા જહાજ ઉપર પણ હુમલો થયો હતો. આ જહાજ ભારત આવી રહ્યું હતું અને તેમાં સવાર ઓપરેટિવ ટીમના તમામ 25 જણા ભારતીય હતા. તેની પર ગેબોનનો ઝંડો લગાવેલો હતો. બન્ને હુમલા બાદ આ રૂટની સુરક્ષા માટે ભારતે પોતાના પાંચ યુધ્ધ જહાજ ઉતારી દીધા હતા.

પ્રોફેસર અરૂણકુમારનું કહેવું છે કે એવું પહેલી વાર થઈ રહ્યું છે કે આંતરાષ્ટ્રીય બિરાદરી વેપારના સમુદ્ર માર્ગની સુરક્ષા સંદર્ભે ચિંતિત છે. અમેરિકા, ચીન, ભારત સહિત અનેક દેશો એકા સાથે હોવાનું નજરે ચડે છે.

ભારતનો 80 ટકા વેપાર સમુદ્રી માર્ગે થાય છે. સાથે સાથે 90 ટકા ઈંધણ પણ સમુદ્રી માર્ગે આવે છે. જો કોઈ સમુદ્રના રસ્તામાં કોઈ સીધો હુમલો કરે તો ભારતાન વેપાર પર અસર પડે અને ભારતની સપ્લાય ચેન બગડી જાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો:ખંભાતમાં રો-મટીરીયલ મોંઘુ થતા પતંગના ભાવમાં 15 થી 20% નો વધારો