મેટ્રોનો ટ્રાયલ રન/ જુની હાઇકોર્ટથી થલતેજના રૂટ પર મેટ્રો ટ્રેનની ટ્રાયલ કરાઇ શરૂ, પહેલીવાર અંડરગ્રાઉન્ડ ટનલમાં ટ્રાયલ

અમદાવાદમાં મેટ્રો ટ્રેનના ફેઝ-1ના તમામ રુટનો લાભ શહેરીજનોને મળી રહે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે થલતેજથી જૂની હાઈકોર્ટ સુધી મેટ્રોની ટ્રાયલ શરૂ કરાઈ હતી. ટ્રાયલ માટે 3 કાર ટ્રેનને એપેરલ પાર્કથી ટનલ મારફતે એલિવેટેડ ઈસ્ટ-વેસ્ટ કોરિડોર પર ખસેડવામાં આવી હતી.

Top Stories
મેટ્રો ટ્રેન
  • અમદાવાદ: મેટ્રોનો ટ્રાયલ રન થયો
  • પહેલીવાર અંડરગ્રાઉન્ડ ટનલમાં ટ્રાયલ
  • 6.5 કિ.મી. અંડરગ્રાઉન્ડ ટનલમાં ટ્રાયલ
  • સાબરમતી બ્રિજથી ઈન્કમટેક્સ ટ્રેન લવાય
  • ઈન્કમટેક્સથી થલતેજ સુધી થશે ટેસ્ટિંગ

પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ મેટ્રો ટ્રેનના ફેઝ-1ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ એમ બે કોરિડોરના કુલ 40 કિલોમીટરના મેટ્રો ટ્રેન રૂટને ઓગસ્ટ 2022માં શરૂ કરી દેવાની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં 6.5 કિલોમીટર અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન દોડશે. અમદાવાદ શહેરના સીટી વિસ્તારમાંથી ટ્રેન અન્ડરગ્રાઉન્ડ પસાર થશે. જેની ટનલનું મોટાભાગનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે. શાહપુર દરવાજાથી કાંકરીયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ ટ્રેન દોડવાની છે.

ગુજરાત મેટ્રો રેલ પ્રોજેકટ લિમિટેડ પૂર્વ અને  પશ્ચિમ બંને કોરિડોર ઓગસ્ટ 2022 સુધીમાં શરૂ કરવાની તૈયારી હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે આજે વસ્ત્રાલના એપરેલ પાર્ક ખાતેના ડેપોથી ત્રણ કોચની એક મેટ્રો ટ્રેન  એપરલ પાર્કથી મેટ્રો ટ્રેનને 6.5 કિલોમીટર લાંબી કાંકરિયા અંડરગ્રાઉન્ડ ટનલમાંથી શાહપુર થઈ સાબરમતી નદીના બ્રીજ ઉપરથી ચલાવી ઈન્કમટેક્ષ ખાતે જૂની હાઈકોર્ટ  સુધી દોડાવવામાં આવી હતી. મેટ્રો રેલના જણાવ્યા મુજબ જૂની હાઇકોર્ટથી થલતેજ સ્ટેશન સુધી ટ્રેનના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવશે.

હજી પણ મેટ્રો ટ્રેનની ટેસ્ટીંગની કામગીરી હાથ ધરાઈ છે. ફેઝ-1 ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જો બધુ સમુસૂતરુ પાર પડ્યુ તો પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ એમ બે કોરિડોરના કુલ 40 કિલોમીટરના મેટ્રો ટ્રેન રૂટને ઓગસ્ટ 2022માં શરૂ કરી દેવાશે. મેટ્રો રેલના જણાવ્યા મુજબ જૂની હાઇકોર્ટથી થલતેજ સ્ટેશન સુધી ટ્રેનના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવશે.

અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે. જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. ફેઝ-1માં 32 સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો રહેશે, જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે. જેમાં 15 સ્ટેશન આવે છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે, જે થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે. 21 કિલોમીટર લાંબા આ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પસાર થાય છે અને શહેરના નીચેથી પણ પસાર થાય છે. શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ અને કાંકરીયા પૂર્વમાં બહાર નીકળશે.

આ અંગે મેટ્રો ટ્રેનના અધિકારીના જણાવ્યા મુજબ જુની હાઇકોર્ટથી થલતેજના રૂટ પર મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન યોજવાનો છે. જેના માટે શુક્રવારે સવારે મેટ્રો ટ્રેનને એપરલપાર્કથી અંડરગ્રાઉન્ડ રૂટ થઇને સાબરમતી નદીના મેટ્રો બ્રિજ પર થઇને જુની હાઇકોર્ટ સુધી મેટ્રો ટ્રેન લઇ જવાઇ હતી. આગામી દિવસોમાં થલતેજના રૂટ પર ટ્રાયલ રન યોજાશે. એપરલપાર્કથી સ્ટેડિયમ, કોમર્સ છ રસ્તા,ગુરૂકુળ, ડ્રાઇવીન થઇને મેટ્રો ટ્રેન થલતેજના રૂટ પર ટ્રાયલ રન માટે દોડાવાશે.

મેટ્રો પ્રોજેક્ટ નિર્ધારિત સમય કરતાં 4 વર્ષ મોડો હોવાથી પ્રોજેક્ટ ખર્ચ લગભગ 2 હજાર કરોડ વધી ગયો છે. જો ફેઝ-1માં 40 કિમીનો પ્રોજેક્ટ સમયસર પૂરો થયો હોત તો પ્રોજેક્ટ રિપોર્ટ મુજબ 2018માં મેટ્રોમાં વાર્ષિક 4.50 લાખથી વધુ લોકો લાભ લઈ શક્યા હોત. વર્ષ 2021માં મેટ્રોમાં મુસાફરી કરનારા પેસેન્જરોની સંખ્યા વધીને 6.50 લાખ થવાનો અંદાજ હતો.

અમદાવાદી આ મેટ્રો ટ્રેન ખાસ બની રહેવાની છે. કારણ કે, મુસાફરોને મનમોહક નજારા જોવા મળશે. સાબરમતી નદી પરથી પણ મેટ્રો દોડશે અને અંડરગ્રાઉન્ડ ટનલમાંથી પણ પસાર થશે. મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. મેટ્રો ટ્રેનનો કુલ 21 કિલોમીટરન લાંબો કોરિડોર છે.

આ પણ વાંચો:કેજરીવાલ ફરી એક વાર ગુજરાત પ્રવાસે, સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગતનું આયોજન