Harassment/ ક્લબમાં ડાન્સ કરતી યુવતીની છેડતી થતાં થયો હોબાળો

3 માર્ચના રોજ ગુરૂગ્રામમાં આ જ પ્રકારનો એક બનાવ સામે આવ્યો હતો. જેમાં સેક્ટર 30 સ્થિત એક નાઈટ ક્લબમાં રેટલાક યુવકોએ બે મહિલા બાઉન્સરોની મારઝુડ કરી હતી. આરોપીઓ બન્નેને જબરદસ્તીથી ખેંચીને બહાર લઈ ગયા હતા અને તેમની પર કાર ફેરવી દેવાનો……

Top Stories India

@ નિકુંજ પટેલ

Haryana News: સાયબર સિટી ગુરૂગ્રામમાં એક ક્લબમાં યુવતીની છેડતીનો બનાવ સામે આવ્યો છે. યુવતીનો આરોપ છે કે તે ક્લબમાં પોતાના પતિ સાથે ડાન્સ કરી રહી હતી. તે સમયે ચાર યુવકોએ તેની છેડતી કરી હતી. જ્યારે તેના પતિએ વિરોધ કર્યો તો ચારેય જણાએ યુવતી અને તેના પતિને મારઝૂડ કરી હતી. આ સંદર્ભે યુવતીએ ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે.

એસીપી (સી એ ડબલ્યુ ઈસ્ટ) કવિતાનું કહેવું છે કે યુવતીએ આરોપ લગાવ્યો છે કે ક્લબમાં હાજર ચાર જણાએ તેની સાથે ગેરવર્તન કર્યું હતું. તેના પતિએ વિરોધ કર્યો તો આ શખ્સો તેને મારઝુડ કરવા લાગ્યા હતા. યુવતીએ સેક્ટર 40 પોલીસ સ્ટેશનમાં  ચારેય બદમાશો વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસ આરોપીઓની ઓળખ ટે ક્લબના સીસીટીવી તપાસી રહી છે. એસીપીના જણાવ્યા મુજબ આરોપીઓની ઓળખ થયા બાદ તેમને પુછપરછ માટે બોલાવવામાં આવશે. પુરાવાને આધારે તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

3 માર્ચના રોજ ગુરૂગ્રામમાં આ જ પ્રકારનો એક બનાવ સામે આવ્યો હતો. જેમાં સેક્ટર 30 સ્થિત એક નાઈટ ક્લબમાં રેટલાક યુવકોએ બે મહિલા બાઉન્સરોની મારઝુડ કરી હતી. આરોપીઓ બન્નેને જબરદસ્તીથી ખેંચીને બહાર લઈ ગયા હતા અને તેમની પર કાર ફેરવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પીડિત મહિલા બાઉન્સરોએ યુવકો પર છેડતી અને ગાળાગાળીનો આરોપ પણ લગાવ્યો હતો. બનાવ બાદ આરોપીઓ ભાગી ગયા હતા. આ અંગે સેક્ટર 40 પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ મોરબીમાં ફરી એકવાર સીરપનો જથ્થો ઝડપાયો

આ પણ વાંચોઃ હોસ્પિટલમાં શાંતિ દાખવવાને બદલે મારામારી થઈ રહ્યાની ઘટના

આ પણ વાંચોઃ રાજકોટમાં 3 વર્ષના બાળકનું સ્વિમિંગ પુલમાં પડતાં મોત, CCTV ફૂટેજ સામે આવ્યા