Ahmedabad News: અમદાવાદના બહેરામપુરામાં નામાંકિત કોસ્મેટિક કંપનીના (Behrampura Factory) નામ અને ટ્રેડમાર્કનો ગેરકાયદે ઉપયોગ કરીને નકલી સાબુ અને ફેસવોશ બનાવવાનું કૌભાંડ (Ahmedabad Fake Cosmetics) પોલીસના દરોડામાં ઝડપાયું છે. કંપનીના અધિકારીઓની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી રૂ. 11.68 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Ahmedabad Fake Cosmetics: એક આરોપીની ધરપકડ, હજારો નકલી પ્રોડક્ટ્સ જપ્ત
પોલીસે દાણીલીમડાના રહેવાસી મોહમ્મદ જુનેદ પટેલની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન ગોડાઉનમાંથી 3,894 નંગ નકલી સાબુ અને 6,490 નંગ નકલી ફેસવોશ (Fake Face Wash) મળી આવ્યા હતા. પોલીસે તમામ માલસામાન કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ટ્રેડમાર્કની નકલ કરી ગ્રાહકો સાથે છેતરપિંડી
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જાણીતી કંપનીના લોગો અને ટ્રેડમાર્કની નકલ કરીને પોતાની ‘KISRA’ બ્રાન્ડના સ્ટીકર હેઠળ ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ બજારમાં વેચતો હતો. પ્રોડક્ટ્સને અસલી તરીકે રજૂ કરીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે.
કંપનીની ફરિયાદ બાદ પોલીસનો દરોડો
ન્યુ રાણીપના રહેવાસી અને પુણે સ્થિત ‘યામી ઘર શોપ પ્રા. લી.’ કંપનીમાં ટ્રેડમાર્ક અને કોપીરાઇટ પ્રોટેક્શન સંભાળતા અધિકારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કંપનીના બ્રાન્ડ અને લોગોની નકલ કરીને બજારમાં ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ વેચાતી હોવાની માહિતી આપવામાં આવી હતી.
ગોડાઉનમાંથી રૂ.11.68 લાખથી વધુનો જથ્થો કબજે
પોલીસે બહેરામપુરાના સિકંદર માર્કેટ રોડ પર આવેલા ભાટી કમ્પાઉન્ડના ગોડાઉનમાં દરોડો પાડતાં રૂ. 3.89 લાખના 3,894 નંગ નકલી સાબુ અને રૂ. 7.78 લાખના 6,490 નંગ નકલી ફેસવોશ સહિત કુલ રૂ. 11.68 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ પેકિંગ માટે ઉપયોગમાં લેવાતા ખાલી બોક્સ અને અન્ય સામગ્રી પણ કબજે કરવામાં આવી છે.
નકલી પ્રોડક્ટ્સના નેટવર્કની તપાસ શરૂ
પોલીસ હવે આ નકલી કોસ્મેટિક્સનું ઉત્પાદન કેટલા સમયથી ચાલી રહ્યું હતું, તેનો સપ્લાય ક્યાં-ક્યાં કરવામાં આવતો હતો અને આ રેકેટમાં અન્ય કોણ-કોણ સંકળાયેલા છે તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: સાવધાન સુરત! તમારા ઘરમાં પણ હોઈ શકે નકલી સાબુ, પોલીસે કર્યો મોટો ખુલાસો
આ પણ વાંચો: સરથાણામાંથી નકલી વસ્તુઓ બનાવતી ફેક્ટરી ઝડપાઇ, બ્રાન્ડેડ વસ્તુઓનો નકલી જથ્થો ઝડપાયો
આ પણ વાંચો: સુરતમાં જોળવા ગામની ફેક્ટરીના ગોડાઉનમાં દરોડા : વધુ 14 લાખનું શંકાસ્પદ ઘી મળ્યું
