પંજાબની શાળાઓમાં ઉનાળુ વેકેશન સમય પહેલા શરૂ થઈ જશે. રાજ્ય સરકારે નિયત સમય પહેલા શાળા બંધ કરવાનો આદેશ કર્યો છે. તાજેતરમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ નિર્ણય લીધો હતો. તેની પાછળનું કારણ છે આકરી ગરમી અને આકરો તડકો. આ સમયે સમગ્ર દેશમાં ગરમીનો પ્રકોપ ફેલાયો છે. તાપમાનનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. આ કારણોસર ભગવંત માન સરકારે શાળાઓમાં વહેલી ઉનાળુ વેકેશન જાહેર કર્યું છે. હવે 14 મેથી પંજાબની તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશન શરૂ થશે.
ટ્વીટ કરીને આપવામાં આવી માહિતી
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટર દ્વારા આ આદેશ આપ્યો છે. તેણે પંજાબીમાં એક ટ્વિટમાં લખ્યું છે કે, ‘અચાનક કાળઝાળ ગરમી અને હજારો વાલીઓ અને શિક્ષકોના સૂચનોને ધ્યાનમાં રાખીને 14 મેથી પંજાબની તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’
જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે શુક્રવારે ભટિંડામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી નોંધાયું હતું. બીજી તરફ, પટિયાલામાં 43.4 ડિગ્રી, અમૃતસરમાં 42.3, લુધિયાણામાં 43.2 અને જલંધરમાં 42.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ કાળઝાળ ગરમીને જોતા શાળાને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ રાજ્યો દ્વારા શાળાઓ બંધ
ઉનાળાની સ્થિતિ એવી છે કે ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા કેટલાક રાજ્યોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ઘણી જગ્યાએ શાળાનો સમય ઘણો ઘટાડી દેવામાં આવ્યો છે અને ઘણી જગ્યાએ નાના બાળકો માટે શાળાઓ બંધ છે. આ ક્રમમાં હવે પંજાબનું નામ પણ સામેલ થઈ ગયું છે.
આ પણ વાંચો:/ દેશમાં કોરોનાનાં કેસમાં સતત વધારો, 24 કલાકમાં 3,688 નવા કેસ, 50ના મોત
