RTO-Blacklisted/ RTOની ધમાચકડીઃ રાજ્યમાં નવ લાખથી વધુ વાહનો બ્લેકલિસ્ટ

રાજ્યમાં RTO વિવિધ પ્રકારના કારણોસર ધમાચકડી બચાવવા માટે જાણીતું છે. આ વખતે પણ તેણે ધમાચકડી મચાવી છે અને તે પણ બીજા કારણસર મચાવી છે. આરટીઓએ આ વખતે રાજ્યમાં નવ લાખથી વધુ વાહન બ્લેકલિસ્ટ કરી દીધા છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 9 2 RTOની ધમાચકડીઃ રાજ્યમાં નવ લાખથી વધુ વાહનો બ્લેકલિસ્ટ

અમદાવાદઃ રાજ્યમાં RTO વિવિધ પ્રકારના કારણોસર ધમાચકડી બચાવવા માટે જાણીતું છે. આ વખતે પણ તેણે ધમાચકડી મચાવી છે અને તે પણ બીજા કારણસર મચાવી છે. આરટીઓએ આ વખતે રાજ્યમાં નવ લાખથી વધુ વાહન બ્લેકલિસ્ટ કરી દીધા છે. આ અંગે કહેવામાં આવ્યું છે કે રજિસ્ટ્રેશન ફી પેન્ડિંગ હોવાથી આ વાહનો બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે.

આ મુજબ પહેલી એપ્રિલ 2021 પછી ખરીદેલી કાર, બસ અને ટ્રક સહિતના વાહનો બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આ માટે રજિસ્ટ્રેશન ફી પેન્ડિંગ હોવાનું કારણ હાથ ધર્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના પુત્રની કાર બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. તેની સાથે રાજ્યના મંત્રી મુકેશ કુમારની કાર પણ બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. ફક્ત સત્તા પક્ષના નેતાઓ પર જ ધડબડાટી બોલાવવામાં આવી છે તેવું નથી, વિપક્ષના નેતા દર્શન નાયકની કાર પણ બ્લેકલિસ્ટ કરવામાં આવી છે.

વાહનવ્યવહાર વિભાગની આ કાર્યવાહી સામે રાજ્યના કોંગ્રેસના નેતાનો આરોપ છે કે આ સ્થિતિ માટે વાહનવ્યવહાર વિભાગની બેધારી નીતિ જવાબદાર છે. આ વાહનોને બ્લેકલિસ્ટ કરવા માટે ભલે સત્તાવાર કારણ રજિસ્ટ્રેશન ફીનું અપાયું છે, પરંતુ વાસ્તવમાં આ સત્તાનો દૂરુપયોગ કરીને વાહન બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસ નેતા દર્શન નાયકે આ મુદ્દે સીએમને ફરિયાદ કરીને જણાવ્યું છે કે આ માટે દોષિત અધિકારી સામે પગલાં ભરવામાં આવે. આ પગલાંના લીધે વાહન માલિકોએ હવે આરટીઓના ધક્કા ખાવા પડશે અને ટેબલે-ટેબલે ફરવું પડશે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ