Karnataka News : સેંકડો મહિલાઓના યૌન શોષણના કેસમાં સંડોવાયેલા પૂર્વ વડાપ્રધાન દેવેગૌડાના પુત્ર JDS નેતા એચડી રેવન્નાને કર્ણાટક પોલીસની SIT દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. રેવન્નાની રવિવારે બેંગ્લુરૂમાં તેના પિતા અને પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાના પદ્મનાભનગર સ્થિત ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બેંગ્લુરૂના કે આર નગર પોલીસ સ્ટેશનમાં તેની વિરૂધ્ધ દાખલ જાતિય શોષણ અને અપહરણના મામલા સંબંધિત છે. તાજેતરમાં આ કેસમાં તેમના દ્વારા દાખલ કરાયેલી આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.
સેંકડો મહિલાઓના યૌન શોષણના કેસમાં સંડોવાયેલા પૂર્વ વડાપ્રધાન દેવેગૌડાના પુત્ર JDS નેતા એચડી રેવન્નાને કર્ણાટક પોલીસની SIT દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. કોર્ટે તાજેતરમાં આ કેસમાં તેમના દ્વારા દાખલ કરાયેલી આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. આ અરજીને ફગાવીને લોકપ્રતિનિધિ અદાલતના ન્યાયાધીશ સંતોષ ગજાનન ભટ્ટની ખંડપીઠે આગામી સુનાવણી માટે 6 મેની તારીખ આપી છે.
એક મોટા ઘટનાક્રમ મુજબ કર્ણાટકા પોલીસની એસઆઈટીએ શનિવારે એક અપહૃત મહિલાને શોધી કાઢી હતી. જે કથિતપણે પુર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૈડાના પૌત્ર અને હાલના જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્ના સાથે સંકળાયેલા વિડીયો સ્કેન્ડલની પિડીતાઓ પૈકીની એક છે. સુત્રોના જણાવ્યા મુજબ મહિલાને મૈસુર જીલ્લાના કાલેનહલ્લી ગામ સ્થિત જેડીએસ વિધાનસભ્ય એચડી રેવન્નાના પીએ રાજશેખરના ફાર્મહાઉસ પરથી છોડાવવામાં આવી હતી.
આ પણ વાંચો:પીએમ મોદીની આજે દરભંગામાં રેલી, ઝારખંડના પલામુ અને લોહરદગામાં પણ ચૂંટણી સભાને સંબોધસે
આ પણ વાંચો:ચૂંટણીના દરેક તબક્કા પછી મતદાનની ટકાવારીના આંકડા સમયસર જાહેર કરવા મહત્વપૂર્ણ છે: ચૂંટણી પંચ
આ પણ વાંચો:ઈન્દોરમાં એકતરફી ચૂંટણીમાં મતદાન વધવાના ડરથી કોંગ્રેસે બેઠક બોલાવી