આજરોજ તારીખ 13 સપ્ટેમ્બરના રોજ ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ રાજયસભાના સભ્ય અને ભારતીય જનતા પાર્ટીની સંસદીય સમિતિના અને ચૂંટણી સમિતિના સભ્યશ્રી ડો. કે.લક્ષ્મણજીની પત્રકાર પરિષદ યોજાઇ હતી. આ પત્રકાર પરિષદમાં ડો. કે.લક્ષ્મણજીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવવાનો અવસર મળ્યો છે. ગત 8,9,10 સપ્ટેમ્બરના રોજ ઓબીસી મોરચાની રાષ્ટ્રીય કાર્યસમિતિ બેઠક જોઘપુર રાજસ્થાન ખાતે યોજાઇ.
આ બેઠકનો શુભારંભ દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાહેબ તેમજ કેન્દ્રીયમંત્રી ભુપેન્દ્ર યાદવજીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો. તેમણે જણાવ્યુ હતું કે, દેશના PM નરેન્દ્રભાઇ મોદી સાહેબ સતત ઓબીસી સમાજની ઉનતી માટે કાર્યો કર્યા છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ ઓબીસી સમાજનું માન સન્માન વઘાર્યુ છે. આવનાર દિવસોમાં જે પણ રાજયોમાં ચૂંટણી આવવાની છે તે રાજયોમાં ઓબીસી સમાજ ભાજપના ઉમેદવારોને જીતાડવા મહત્વની ભૂમિકા નિભાવે તેવા પ્રયાસ કરવામાં આવશે. ઓબીસી મોરચા કેન્દ્ર અને રાજય સરકારની યોજનાને દરેક વર્ગના લોકો સુઘી પહોંચાડવા તેમજ ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારથી જે લાભો પ્રજાને થયા છે તે વાતને વધુમાં વધુ લોકો સુઘી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
ડો. કે.લક્ષ્મણજીએ વધુમાં જણાવ્યું કે,દેશમાં પહેલા કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોંગ્રેસે સતત ઓબીસી સમાજ સાથે અન્યાય કર્યો છે. ઓબીસી સમાજના આરક્ષણ મુદ્દે નહેરુ થી લઇ રાહુલ ગાંઘી સુધીના નેતાઓએ વિરોધ કર્યો છે. કોંગ્રેસની સરકારે ઓબીસી સમાજના ઉત્થાન માટે, સમાજના વિકાસ માટે કયારેય કામ કરવાની ઇચ્છા વ્યકત કરી યોગ્ય નિર્ણયો કર્યા નથી.
દેશમાં વર્ષ 2014માં આદરણીય વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકારે ઓબીસી સમાજ માટે કામ કરવાનું શરૂ કર્યુ અને ઓબીસી સમાજને સંવિધાનિક દરજ્જો આપ્યો.કોંગ્રેસની સરકાર ઓબીસી સમાજ સાથે હમેંશા ગદ્દારી કરી છે. ઓબીસી સમાજ માટે કોંગ્રેસની સરકારે 60 વર્ષથી કોઇ કામ ન કર્યુ તે કામ વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીની સરકારે કર્યા તે દરેક કામની વિસ્તૃત માહિતી આપી. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે 27 ઓબીસી સમાજના નેતાને મંત્રીમંડળમાં સમાવેશ કરી ઓબીસી સમાજનું ગૌરવ અને માન સન્માન વઘાર્યું છે.
ઓબીસી સમાજના કાર્યકરો આવનાર દિવસમાં દેશભરમાં પ્રવાસ કરી વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીસાહેબે જે જે કાર્યો કર્યા છે તેની માહિતી વધુમાં વધુ લોકો સુઘી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. ભાજપ વિકાસ અને કલ્યાણકારી યોજનાઓના મુદે હમેંશા ચૂંટણી લડે છે તો કોંગ્રેસ જાતિવાદના આઘારે ચૂંટણી લડે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘી ભારત જોડા યાત્રા કરી દેશમા નફરત ફેલાવી રહ્યા છે. રાહુલ ગાંઘી ભાજપ અને આર. એસ. એસ માટે ખોટો પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંઘી ભારત જોડો યાત્રા નહી પહેલા કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઇએ. કોંગ્રેસના નેતાઓ સતત પાર્ટી છોડી રહ્યા છે. ગુજરાત અને કર્ણાટક કે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીમાં ઓબીસી મોરચો મહત્વની ભૂમિકા નિભાવશે.
આ પત્રકાર પરિષદમાં ઓબીસી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રતાપગઢના સાંસદ સંગમલાલ ગુપ્તાજી, ઓબીસી મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સાગરભાઇ રાયકા, પ્રદેશના ઉપાધ્યક્ષ અને ઓબીસી મોરચાના પ્રભારી મહેન્દ્રભાઇ પટેલ, વિગેરે હાજર હતા.
ધોળું ધોળું સસલું.. / ફ્રાન્સની શાળામાં ગુંજયા ગુજરાતી બાળગીતો, વડોદરાના હિરલબેનનો અનોખો અભિગમ