Not Set/ આજવા સરોવરની મેઈન કેનાલમાં પડ્યું ભંગાણ, લાખો ગેલન પાણી વહી ગયા બાદ પણ અધિકારીઓ ઘોર નિદ્રામાં

વડોદરા, કલાનગરી વડોદરાના સ્વપ્ન દ્રષ્ટા સમાન એવા સર સયાજી રાવ ગાયકવાડે વડોદરાને આપેલ અમુલ્ય ભેટો માની એક એટલે આજવા સરોવર. આજવા સરોવર બારે માસ વડોદરાને પાણી પૂરું પાડે છે. છેલ્લા ૫ દિવસથી આજવા સરોવરને વડોદરાને જોડતી પાણીની ૩૦ લાઈનમાં ભંગાણ સર્જાયું છે જેને લઈને રોજનું લાખો ગેલન પાણી વહી રહ્યું છે. બીજી બાજુ સ્થાનિકો અને […]

Gujarat Vadodara Trending
IMG 20181007 190636 આજવા સરોવરની મેઈન કેનાલમાં પડ્યું ભંગાણ, લાખો ગેલન પાણી વહી ગયા બાદ પણ અધિકારીઓ ઘોર નિદ્રામાં

વડોદરા,

કલાનગરી વડોદરાના સ્વપ્ન દ્રષ્ટા સમાન એવા સર સયાજી રાવ ગાયકવાડે વડોદરાને આપેલ અમુલ્ય ભેટો માની એક એટલે આજવા સરોવર. આજવા સરોવર બારે માસ વડોદરાને પાણી પૂરું પાડે છે. છેલ્લા ૫ દિવસથી આજવા સરોવરને વડોદરાને જોડતી પાણીની ૩૦ લાઈનમાં ભંગાણ સર્જાયું છે જેને લઈને રોજનું લાખો ગેલન પાણી વહી રહ્યું છે.

IMG 20181007 190657 આજવા સરોવરની મેઈન કેનાલમાં પડ્યું ભંગાણ, લાખો ગેલન પાણી વહી ગયા બાદ પણ અધિકારીઓ ઘોર નિદ્રામાં
gujarat-Crop breaks in the main canal at ajwa lake, Officer deadly sleep after millions of gallons water wasted

બીજી બાજુ સ્થાનિકો અને સામાજિક કાર્યકર દ્વારા અધિકારીઓને જાણ કરી હોવા છતાં હજુ સુધી ભંગાણનું સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી. એક તરફ જયારે ગુજરાતમાં કેટલાક ગામો સિંચાઈના પાણીના અભાવે દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવામાં આવે તેની માંગ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ભર ચોમાસે ઓછા વરસાદને અભાવે કેટલાક જીલ્લાઓમાં પાક નિષ્ફળ ગયા છે.

ભારે ગરમી વચ્ચે સુકાયેલા તળાવોને કારણે પ્રજા પાણી માટે વલખા મારી રહી છે, ત્યારે અધિકારીઓ એ સી કેબીનમાં બેસી કાગળ પર સ્માર્ટ સીટીની વાતો કરવામાં મશગૂલ છે, ત્યારે આ દ્રશ્યો નિહાળી જ ખબર પડે છે કે ગ્રાઉન્ડ લેવલે કેવી કામગીરી કરવામાં આવી રહી છે.