પોલીસે નાકાબંધી કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રોગતિમાન કર્યા
અજાણ્યા શખ્શો દુકાનમાં પ્રવેશ કરી સોનાના દાગીનાની કરી ચીલ ઝડપ
છોટાઉદેપુરના બોડેલી ખાતે આવેલી સોનીની દુકાનમાં ચીલ ઝડપનો બનાવ બનવા પામ્યો છે. જેમાં બોડેલીના શાકમાર્કેટ વિસ્તારમાં ચીલ ઝડપની ઘટના બનવા પામી છે. જેમાં અજાણ્યા શખ્સો દ્વારા સોનાના દાગીનાની ચીલ ઝડપ કરીને પલાયન થઈ જવા પામ્યા હતા. ત્યારે સમગ્ર ઘટના દુકાનમાં લગાવવામાં આવેલ સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. સમગ્ર બનાવ અંગેની જાણ બોડલી પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોચીને સીસીટીવીના આધારે અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે નાકાબંદી કરી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ છોટા ઉદેપુરના બોડેલી શાકમાર્કેટ વિસ્તારમાં આવેલ સોનીની દુકાને અજાણ્યા શખ્સો ગ્રાહકના સ્વાંગમાં આવીને વેપારી પાસે સોનાના દાગીના દેખાવાના બહાને બહાર કઢાવીને વેપારી કઈ સમજે તે પહેલા જ સોનાના દાગીના લઈને અજાણ્યા શખ્સો પલાયન થઈ જવા પામ્યા હતા ત્યારે દુકાન માલિકે ચોરોને પકડવા માટે બુમાબુમ કરી ચોરોની પાચલ દોડ્યા હતા. પણ ત્યાં સુધી ચોરો પલાયન થઈ જવા પામ્યા હતા. દુકાન માલિકે સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતા બોડેલી પોલીસે ઘટના સ્થળે પહોચી દુકાનમાં લગાવેલ સીસીટીવીના આધારે અજાણ્યા શખ્સોને પકડવા માટે શહેરમા આવવા જવાના માર્ગ પર નાકાબંધી કરી સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે.